દીપડો આવી ચઢતા લોકોમાં ફફડાટ:ઉનાના કાણકબરડા ગામની સીમમાં દીપડાએ વાછરડાનું મારણ કરી મિજબાની માણી...

ઉના18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગીરના વન્ય પ્રાણીઓ અવાર નવાર શિકારની શોધમા આવતા હોય ત્યારે ગત રાત્રીના સમયે ઉનાના કાણકબરડા ગામે દીપડાએ વાછરડાનું મારણ કરી મિજબાની માણી હતી. કાણકબરડા ગામની સીમ વિસ્તારમાં શિકારની શોધમાં આવેલા દીપડાએ વાછરડાને નિશાન બનાવી હુમલો કરી દીધો હતો અને વાછરડા પર હુમલા બાદ મારણની મિજબાની માણી હતી. આ સમગ્ર ઘટના વહેલી સવારે લોકોને જાણ થતાં ગ્રામજનોમાં અને ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાઇ ગયો હતો. અગાઉ પણ દીપડો આ ગામમાં આવી ગાયનું મારણ કરી મિજબાની માણી નાશી છુટ્યો હતો. આમ અવાર નવાર ગામમાં દીપડો આવી ચઢતા લોકોમાં ફફડાટ મચી ગયેલો અને વનવિભાગ દ્વારા તાત્કાલીક દીપડાને પાંજરે પુરવા માગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...