ઉનાના દરિયાઈ કાંઠા વિસ્તારમાં વસતા માછીમારો માટે કાનૂની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેનું આયોજન દરિયાનો દાયરો કાનૂની સહાય કેન્દ્ર ઉના-રાજુલા દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઓનલાઈન તાલીમમાં ખાસ કરીને માછીમાર સંબધિત કાયદાઓ તથા તેના સંબધિત યોજનાઓ ,i-khedut માં જાહેર થતી માછીમારોની યોજનાની ઓનલાઈન સમજૂતી, પગડીયા લાઈસન્સ અને માછી વેચાણ લાઈસન્સ બનાવવાની પ્રક્રિયા અંગે માહિતી, 108 મેડિકલ સ્પીડ બોટ, દરિયા કિનારે દરિયાના પાણી થતું ધોવાણ અટકાવવા કરેલ પી.આઈ.એલ.નું અમલીકરણ તેમજ માછીમારોના સ્થાનિક પ્રશ્નો બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાનૂની તાલીમમાં ઉના તાલુકાના સૈયદ રાજપરા, સીમર, દાંડી, ખડા, સેંજલિયા, દેલવાડા સહિતનાં આજુબાજુના ગામોના માછીમાર સ્વયં સેવકો, આગેવાનો જોડાયા હતા. તેમજ દરિયાનો દાયરો કાનૂની સહાય કેન્દ્રના જયનીલ કુહાડ, માનસિંગ કાતિરા, અરવિંદભાઈ ખુમાણ, અમરેલી ન્યાયિક કેન્દ્રના જાગૃતિ જોષી, પ્રશાંત મારુ સહિતના લોકો ઉપસ્થિત રહી કાનૂની સહાય કેન્દ્ર જાગૃતી માટે માછીમારોની યોજના અંગેનું માર્ગદર્શન આપ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.