સરકાર દ્વારા અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્રી મોદી દ્વારા ટી.બી મુક્ત ભારત અભિયાન 2025 અંતર્ગત ઉના પૂર્વ ધારાસભ્ય કે.સી રાઠોડે પણ આ અભિયાનમાં સહભાગી થયાં તેમણે ટીબીના 20 દર્દીઓને દતક લીધેલ હોય અને તમામ આ 20 દર્દીઓની પૂર્વ ધારાસભ્ય દ્વારા નિયમિત સાળ સંભાળ પણ રાખવામાં આવતી હોય છે. ઉના શહેર તથા તાલુકાને પણ ટીબી પણ મુક્ત કરવાની નેમ સાથે નિયમિત પણે તબિબો સાથે વાત કરી દર્દીઓને કોઇ મુશ્કેલી ન પડે તે અંગે ચર્ચા પણ કરવામાં આવતી હોય છે. ત્યારે પૂર્વ ધારાસભ્ય દ્વારા ટીબીના 20 દર્દીઓને દતક લીધેલા હોઈ આ તમામ દર્દીઓને આજરોજ બ્લોક હેલ્થ ઓફીસ ખાતે ચેકઅપ અર્થે બોલાવી અને તમામને ન્યુટીશન કિટ અર્પણ કરવામાં આવેલ છે.
દર્દીઓને 6 માસ સુધી નિયમીતપણે ન્યુટીશન કિટ આપવામાં આવશે
આ વખતે તાલુકા સંઘના પ્રમુખ નરસિંહભાઇ ડોબરીયા, ન.પા. સદસ્ય વિજયભાઇ રાઠોડ, સંજયભાઇ રાઠોડ, વિનોદભાઇ બાંભણીયા સહીતના આાગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ આ બાબતે પૂર્વ ધારાસભ્યએ જણાવેલ હતું કે, તમામ દર્દીઓને 6 માસ સુધી નિયમીતપણે ન્યુટીશન કિટ આપવામાં આવશે. અને જરૂર પડ્યે તબીબની સલાહ પ્રમાણે આગળના દિવસોમાં ન્યુટીશન કિટ આપવાની જરૂર પડશે તો દર્દીઓને કિટ પણ આપવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.