નોટીસ:ગ્રા.પં.નાં 7 સભ્યોને બિલ ચૂકવણામાં અડચણરૂપ બનતા નોટીસ ફટકારાઈ

ઊના25 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઊનાના સનખડા ગ્રામ પંચાયતમાં સરકારની વિવિધ યોજના હેઠળ આવતી વિકાસ કામોની ગ્રાન્ટ હેઠળ મંજુર થયેલા કામોના બીલોનાં લાંબા સમયથી ચુકવણા થઇ શકે નથી. અને વિકાસ કામોના બીલો ચુકવણાના ઠરાવો નામંજુર કરી સરકારના નિયમો ઠરાવોની જોગવાઇનો ભંગ કરી સભ્ય તરીકે સોપેલ ફરજનું નિષ્ઠાપૂર્વક પાલન કરાયેલ હોય જેના કારણે ગુજરાત પંચાયત અધિનીયમ 1993ની કલમ 51 (1) હેઠળ ગ્રામ પંચાયતના સાત સભ્યોને કારણો દર્શાવવા અંગે જીલ્લા વિકાસ અધિકારીએ નોટીસ ફટકારતા ભારે ચકચાર મચી છે.

સરકારના 15માં નાણાપંચ અને એટીવીટી યોજના 2020,21ની ગ્રાન્ટમાંથી સનખડા ગામે બનાવવામાં આવેલ પ્લેવર બ્લોક, આંગણવાડી સહીતના વિકાસકામો કરાયેલ હોય અને તેના કંપ્લેટ સર્ટીફીકેટ કામ પૂર્ણ થયા અંગેનું આવી ગયા બાદ વિકાસકામોના બીલ ચુકવવાના થતા હોય આ બીલો પંચાયતની મળેલી જનરલ બેઠકમાં મુકી ચુકવણાનો ઠરાવ રજુ કરાયેલ હોય.

પરંતુ સરપંચ સતુભા ગોહીલ દ્રારા કરાયેલા કામો વિરોધ પક્ષના સભ્યો હિરાબેન ગોહીલ, અરવિંદકુમાર પરમાર, હનુભાઇ ખસીયા, જયાબેન ગોહીલ, મીણુબેન ઝાલા, જાનુબેન કાળુભાઇ, કિરીટભાઇ મોડાસીયા દ્રારા બહુમતી સભ્યના જોરે સરકારના નિયમો ઠરાવોની જોગવાઇ થતા નાંણાકીય ઐચિત્યના સિધ્ધાંતોનું પાલન કરાયેલ નથી. અને સરકારની યોજનાની બીલો ચુકવણાના ઠરાવો નામંજુર કરી વિકાસકામોમાં અડચણરૂપ બનતા આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી ગીરસોમનાથ દ્રારા ઉપરોક્ત સાત સભ્યોને નોટીસ પાઠવી સાત દિવસમાં આ બાબતોનો ખુલાસો આપવા નોટીસ ફટકારી છે.

અન્ય સમાચારો પણ છે...