આ ગામમાં દારૂને નો-એન્ટ્રી:ગીરગઢડાના ગામમાં કડક દારૂ બંધી, પીવાનો કે વેચવાનો એક પણ પોલીસ કેસ નોંધાયો નથી

ઉના17 દિવસ પહેલા
  • અહીંયા એક પણ દારૂની ભઠ્ઠી ધમધમતી નથીઃ મહિલા સરપંચના પતિ
  • ગ્રામજનોની જાગૃતતાના કારણે ઘરેલુ હિંસાનો પણ એકપણ કેસ નોંધાયો નથી

બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડથી રાજ્યમાં હાહાકાર મચી ગયો છે. અને અનેક લોકો મોતને ભેટ્યા છે ત્યારે સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે. વાત કરીએ ગીરગઢડાના નગડીયા ગામની તો અહીંયા કોઈ દારૂનું સેવન કરાતું નથી. તેમજ દારૂની ભઠ્ઠી પણ ન ધમધમતી હોવાનું મહિલા સરપંચના પતિએ હરેશભાઈ બલદાણીયાએ કહ્યું હતું.

ગામમાં દારૂ સેવનનો કે દારૂ વેચવાનો એક પણ પોલીસ કેસ નોંધાયો નથી
ગીરગઢડાના નગડીયા ગામે 2500થી વધુની વસતી ધરાવતું ગામ છે. અને 1200નું મતદાન છે. 40% વસ્તી પટેલ સમાજ, 40% આહિર સમાજ, તેમજ 20% અન્ય સમાજની વસ્તી છે. આ ગામના મોટાભાગના લોકો ખેતી પશુપાલન, ખેત મજૂરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જ્યારે વાત આવે લઠ્ઠાકંડની તો આ ગામમાં ઘણા લોકોને એ પણ ખબર નથી કે લઠ્ઠાકાંડ શું હોય. કારણ કે આ ગામમાં એક પણ દારૂની ભઠ્ઠી નથી તેમ જ કોઈ વ્યક્તિ દારૂનું સેવન પણ કરતું નથી. જોકે બહારથી કોઈ શ્રમિક કામ માટે આવે તો એકાદ બે વ્યક્તિ છાને ખૂણે દારૂનું સેવન કરતા હોય છે. પરંતુ ગામ લોકો આમનાથી દૂર રહે છે. તેમજ આ ગામમાં દારૂ સેવનનો કે દારૂ વેચવાનો એક પણ પોલીસ કેસ નોંધાયો નથી. જેમનું મુખ્ય કારણ છે ગ્રામજનોની જાગૃતતા જ્યારે દારૂ સેવનના કારણે ઘરેલુ હિંસાની વાત કરીએ તો એ એકપણ કેસ નોંધાયો નથી.

ગામ લોકોએ પાન, માવા, તમાકુ અને બીડીને પણ તિલાંજલિ આપી
જ્યારે સરપંચ પતિ હરેશભાઈ બલદાણીયા એ વધુમાં કહ્યું હતું કે, અમારા સુધી દારૂની એકપણ ફરિયાદ આવી નથી. આ ગામમાં સરપંચના પ્રતિનિધિ દ્વારા વ્યસન મુક્તિના અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે. જેમાં અનેક લોકોએ પાન, માવા, તમાકુ અને બીડીને પણ તિલાંજલિ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...