હવામાન વિભાગ દ્વારા આગાહી:ગીર સોમનાથમાં સામાન્યથી હળવા વરસાદની આગાહી કરાઈ; ખેડૂતોને તકેદારી રાખવા અનુરોધ કરાયો

ઉના10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગીર સોમનાથ તા. 14 હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારમાં તા. 14થી તા. 19 માર્ચ 2023 દરમિયાન કમોસમી વરસાદ વરસાવાની આગાહી કરેલી છે. ગીર સોમનાથ જિલ્લામાં સામાન્યથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

જિલ્લાનાં ખેડૂતોએ કૃષિ પેદાશોને સંભવિત નુકશાનથી બચાવવા તકેદારીના ભાગરૂપે ખેતોત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલો પાક ખુલ્લામાં હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક કે તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું. ત્યારબાદ ઢગલાની ફરતે માટીના પાળા બનાવી વરસાદી પાણીના ઢગલાની નીચે જતું અટકાવવું તેમજ જંતુનાશક દવા કે ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો જરૂરી છે. એ.પી.એમ.સી.માં વેપારી મિત્રો તેમજ ખેડૂતોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલા લેવા અનુરોધ કર્યો છે.

એ.પી.એમ.સી.માં અનાજ કે ખેતપેદાશ સુરક્ષિત રાખવા, એ.પી.એમ.સી.માં વેચાણ અર્થે લઇ જવાતી પેદાશો આ દિવસો દરમિયાન વાતાવરણનું નિરિક્ષણ કરી ટાળવી અથવા સુરક્ષિત રાખવા અને બિયારણ, ખાતર વગેરે જેવી ખેત સામગ્રીના ઇનપુટ ડીલરોએ ગોડાઉન સુરક્ષિત રાખવા, તકેદારીના પગલાં લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીની એક યાદીમાં જણાવેલું છે.

અન્ય સમાચારો પણ છે...