મેઘમહેર કે મેઘકહેર:નિતલી ગામે વીજળીએ મૂક્યા અનેકના જીવ જોખમમાં; 1 બળદના મોત સહિત 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ઉના19 દિવસ પહેલા

ઊના શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ વાતાવણરમાં પલ્ટો આવતા વીજળીના કડાકાને ભડાકા સાથે અમુક ગ્રામ્ય વિસ્તારોમાં 1થી 2 ઇંચ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગીરગઢડાના નિતલી વડલી ગામમાં વિજળી પડતા એક વૃધ્ધનું કમકમાટી ભર્યુ ઘટનાસ્થળે મોત નીપજેલ, જ્યારે એક બળદના મોત તેમજ મહીલા સહિત 5 વ્યક્તિઓને ઈજા થઈ હતી. બપોર બાદ આકાશમાં કાળાડિબાંગ વાદળો ધેરાવા લાગ્યા હતા. ત્યારબાદ અચાનક ધોધમાર વરસાદ શરૂ થતા ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા પર પાણી વહેતા થયા હતા. તેમજ વરસાદના પગલે ખેડૂતોના પાકને હાલ નુકસાન થવાની ભીતી સેવાય રહી છે. ગીરગઢડાના નિતલી, વડલી, મોતીસર, ધોકડવા, ઉગલા, રબારીકા, નાના સમઢીયાળા, પાણખાણ, સીમાસી ગામમાં 1 ઇંચ તેમજ કાણકીયા કરેણી, અંબાડા સહીતના ગામોમાં 2 ઇંચ વારસાદ ખાબક્યો હતો. આ સીવાય ઉના શહેર સહિત અમુક ગ્રામ્ય વિસ્તારમાં અમીછાંટણા વરસ્યા હતા. વરસાદના પગલે ઠેર-ઠેર પાણીના ખાબોચીયા ભરાયા હતા. અને ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતી સેવાય રહી હતી.

નિતલી ગામે વિજળી પડતા વૃધ્ધનું ઘટનાસ્થળે મોત
ગીરગઢડાના નિતલી ગામે રહેતા લાખાભાઇ કાનાભાઇ આલ ઉ.વ.70 પોતે ગામની સીમ કાદી વિસ્તારમાં પોતાના માલઢોર ચરાવતા હતા. ત્યારે ધીમીધારે વરસાદ વરસી રહ્યો હતો. અને અચાનક લાખાભાઇ પર વીજળી પડતા ગંભીર રીતે દાઝી જતાં ઘટનાસ્થળે મોત નીપજ્યુ હતું. આ ઘટના બનતા આજુબાજુના લોકોને જાણ થતાં ઇમરજન્સી 108ને ફોન કરતા એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. અને ગીરગઢડા સરકારી હોસ્પીટલે મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો હતો.

વડલી ગામે 5 વ્યક્તિઓને ઈજા, 1 બળદનું મોત
વડલી ગામે વીજળી પડતા ગામમાં 1 બળદનું મોત નિપજ્યુ હતું. આ સીવાય ખેતી કામ કરતા ખેડૂત તેમજ શ્રમિકો જગદિશભાઇ, સેજલબેન, હાફિશભાઇ, બીબીબેન, તેમજ શકુબેન આમ મહીલા સહીત કુલ 5 વ્યક્તિઓ પર વીજળી પડતા ઈજા થઈ હોવાનું જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...