ધડાકાભેર કાર લોખંડની રેલીંગ સાથે અથડાઈ:ઉના ત્રિકોણ બાગ પાસે ચાલકે કાબુ ગુમાવતા રેલીંગ તોડી કાર કોમ્પલેક્ષમાં ખાબકી, સદનસીબે કોઇ જાનહાનિ નહીં

ઉના25 દિવસ પહેલા

ઉના શહેરમાં કાર ચાલકે કાબૂ ગુમાવી દેતા અચાનક ધડાકાભેર લોખંડની રેલીંગ તોડી કાર કોમ્પલેક્ષના નીચેના ભાગે ખાબકી હતી. શહેરમાં ત્રિકોણબાગ નજીક શ્રીજી કોમ્પલેક્ષ પાસે રાત્રીના સમયે એક કાર ડ્રાઈવરે પોતાનો કાબૂ ગુમાવી દેતા અચાનક કાર કોમ્પલેક્ષના નીચેના ભાગે ધડાકાભેર ખાબકી ગયેલ હતી. આ ઘટના બનતાં આજુબાજુની દુકાનમાંથી લોકો બહાર નીકળી ગયા હતા. અકસ્માતમાં કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. જોકે કોઈ જાનહાનિ થઈ ન હતી.

કોમ્પલેક્ષના આગળના ભાગે લોખંડની રેલીંગ હોવાથી મોટી દુર્ઘટના થતી અટકી હતી. આ બનાવમાં એક દુકાનદારની બાઈકને નુકશાન થયું હતું. તેમજ કારનો આગળનો ભાગ તુટી ગયેલ હતો. અકસ્માત થતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. અને ક્રેન મારફતે કારને બહાર કાઢવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...