પથ્થર ભરવા જતાં મોત મળ્યું:ઊના બાયપાસ પાસે ટ્રેક્ટર ચાલક સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવી દેતાં નીચે પટકાયો, ગંભીર ઇજા થતાં મોત

ઉના12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાલકે ટ્રેક્ટરના સ્ટિયરીંગનો કાબુ ગુમાવી દેતાં ટ્રેક્ટર રસ્તાની સાઇડમાં ઉતરી ગયું

ઊના બાયપાસ રોડ પર યાજપુરનો યુવાન ખાલી ટ્રેક્ટર ટ્રોલી લઇ પથ્થર ભરવા માટે જતાં હતા. ત્યારે ટ્રેક્ટરનું સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેમનું મોત નિપજતાં પરીવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું.

સારવાર મળે તે પહેલા જ યુવાનનું મોત નિપજ્યું
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ યાજપુર ગામે રહેતા અને ડ્રાઇવીંગ કામ કરતા લખમણભાઇ દેવાયતભાઇ ચૌહાણ પોતે ટ્રેક્ટર નં.જી.જે. 11 એડી 5708 ચલાવી ઓલવાણ ગામે પથ્થર ભરવા જતાં હતા. ત્યારે ઉનાથી 3 કિ.મી.દૂર બાયપાસ રોડ પર અચાનક ટ્રેક્ટરના સ્ટિયરીંગનો કાબુ ગુમાવી દેતા ટ્રેક્ટર રસ્તાની સાઇડમાં ઉતરી ગયું હતું. જેથી ટ્રેક્ટર પરથી લખમણભાઇ ફંગોળાઇ જતાં નિચે પટકાતા માથાના ભાગે ગંભીર ઇજા પહોચતા લોહીલોહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. જેને પગલે તેમને ઇમરજન્સી 108માં સારવાર અર્થે તાત્કાલીક ઉના સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર મળે તે પહેલા જ યુવાનનું મોત નિપજ્યું હતું.

પોલીસે ફરીયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી
આ અકસ્માતની ઘટના બનતા ટ્રેક્ટર અને ટ્રોલી અલગ પડી ગયું હતું. હોસ્પિટલે પી એમ અર્થે ખસેડાયેલા હોવાની જાણ તેમના પરીવારમાં થતાં તાત્કાલિક હોસ્પિટલે દોડી ગયા હતા. આ અકસ્માતની ઘટનામાં યુવાનના મોત નિપજતાં પરીવારજનોમાં શોક પ્રસરી ગયો હતો. આ અંગે પોલીસે ફરીયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...