ફરાર આરોપીની ધરપકડ:ઊનામાં દારૂના ગુનામાં સંડોવાયેલા શખ્સને નવાબંદર મરીન પોલીસે ઝડપી પાડ્યો

ઉના13 દિવસ પહેલા
  • કૉપી લિંક

કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક માસ પહેલા દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ વિરૂધ પોલીસ ફરીયાદ થયેલ હતી. જે હરતો ફરતો હોય અને જે અંગેની બાતમી નવાબંદર પોલીસને મળતા ઉનામાં રહેતા શખ્સને નવાબંદર મરીન પોલીસે ઝડપી પાડી કેશોદ પોલીસને જાણ કરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગત મુજબ ઊનાના નિચલા રહીમ નગર વિસ્તારમાં રહેતો સકીલ શબ્બીર બહારૂની અગાઉ એક માસ પહેલા વિદેશી દારૂ, કાર સહીતનો કુલ રૂ.3.72 લાખથી વધુનો મુદામાલ સાથેની ફરિયાદી થઈ હતી. જેમાં આ શખ્સ સંડોવાયેલ હોય તેના વિરૂધ કેશોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ શખ્સ છેલ્લા એક માસથી ફરાર હતો તેની જાણ નવાબંદર મરીન પોલીસને મળતા પોલીસે બાતમી આધારે નવાબંદર મસ્તાના ચોક પાસેથી સકીલ શબ્બીર બહારૂની અટકાયત કરી ઝડપી પાડ્યો હતો. અને આ અંગેની નવાબંદર મરીન પોલીસ દ્રારા કેશોદ પોલીસ સ્ટેશને જાણ કરતા આ શખ્સને સોપવા કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...