ઉનામાં 'આપ'ના સુપડા સાફ:50થી વધુ હોદ્દેદારો-કાર્યકરો ભાજપમાં જોડાયા; પૂર્વ ધારાસભ્યના કાર્યાલય પર આપના હોદ્દેદારોને કેસરીયો ખેસ પહેરાવી ભાજપમાં આવકારાયા

ઉના2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉના શહેર અને તાલુકામાં આપ પાર્ટીના 50થી વધુ હોદેદારો-કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. જેમને કેસરીયો પૂર્વ ધારાસભ્ય સહિતના લોકોએ ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા.

50થી વધુ હોદેદારો-કાર્યકરો ભાજપમાં જોડાયા
ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય કાળુ રાઠોડના કાર્યાલય પર આમ આદમી પાર્ટીના શહેર અને તાલુકાના હોદેદારોએ રાજુ મકવાણાની આગેવાનીમાં વિધિવત રીતે ભાજપની વિકાસલક્ષી વિચારધારાને સ્વીકારી ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો હતો. જેમાં આપ પાર્ટીના 50થી વધુ અગ્રણીઓ તથા હોદેદારોને પૂર્વ ધારાસભ્ય કાળુ રાઠોડ, જિલ્લા ભાજપના મંત્રી રાજુ ડાભી, શહેર ભાજપાના પ્રમુખ મિતેષ શાહ દ્વારા કેસરીયો ખેસ પહેરાવી ભાજપમાં આવકારવામાં આવ્યા હતા. જેના પગલે ઉના તાલુકામાં આપ પાર્ટીના સુપડા સાફ થયા હોય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.

અન્ય સમાચારો પણ છે...