ઉના પંથકમાં લમ્પીનો કહેર:તાલુકામાં લમ્પીથી ૩૦૦થી વધુ પશુઓના મોત; સિમાસી, રાતડ સહીત ગામોમાં 15થી વધુ ગાય બળદના મોત

ઉના25 દિવસ પહેલા

ઉના અને ગીરગઢડા તાલુકામાં કુલ 371 પશુઓ લમ્પી વાયરસનો ભોગ બન્યા છે, જેમાં કુલ 4 પશુના મોતનો આંકળો નોંધાયેલ છે. જ્યારે 70 હજારથી વધુ પશુઓને વેક્સીન આપવામાં આવી હોવાનું પશુચિકિત્સકએ જણાવેલ હતું. ગૈરક્ષક દળના સેવાભાવી યુવાનોના જણાવ્યા મુજબ રોજ 25થી વધુ ગાયોની સારવાર તેઓ કરે છે અને શહેર અને તાલુકામાં અંદાજે 300થી વધુ ગાયોના મોતનો આંકડો હોવાનું સેવાભાવી યુવાનો દ્વારા જાણવા મળ્યું હતું.

ગૌરક્ષકદળ અને હિન્દુયુવા સંગઠનના યુવાનો સેવા બજાવી રહ્યા છે
ઉના ગીરગઢડા પંથકમાં લમ્પી વાયરસનો કહેર વધુ વર્તાય રહ્યો છે. ત્યારે રાતડ ગામમાં લમ્પી વાયરસનો ભોગ બનેલા 8 અને સીમાસી ગામમાં 6થી વધુ પશુઓના મોત નિપજ્યા હોવાનું જાણવા મળેલ છે. આ સીવાય ઉના શહેર અને તાલુકામાં અનેક પશુઓના મોત થયા હોવાનું સામે આવેલ છે. ગૈરક્ષકદળ અને હિન્દુયુવા સંગઠનના સેવાભાવી યુવાનો દ્વારા રોજના 25થી વધુ પશુઓની સારવાર અને વેક્સીનની કામગીરી કરવામાં આવે છે. જેમાં સવારથી લઇ મોડી રાત્રી સુધીમાં અલગ અલગ ગામોમાં તેમજ શહેરના જુદાજુદા વિસ્તારોમાં ગૈરક્ષકદળના સેવાભાવી યુવાનો સેવા કરી રહ્યાં છે..

300થી વધુ પશુનઓના મોત
ના ગૈરક્ષક દળના મહેશભાઇ બારૈયાએ જણાવેલ હતું કે છેલ્લા ઘણા દિવસથી રોજ ૨૫ થી વધુ ગાયોની રાત દિવસ સેવાભાવી યુવાનો સાથે રાખીને ગાયને વેક્સીન તેમજ આયુર્વેદીક દવા આપી સારવાર કરીએ છીએ અને ઉના શહેર અને તાલુકાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાંથી અંદાજે ૩૦૦ થી વધુ પશુના મોત નિપજેલ હોવાનુ જણાવ્યુ હતું.

ઉના પંથકમાં લમ્પીનો કહેર
ઉનાના રાતડ ગામમાં છેલ્લા અઠવાડીયામાં 8 તેમજ સીમસી ગામમાં 6થી વધુ ગાય અને બળદોના મોત થયાંનું ગ્રામજનો પાસેથી જણવા મળ્યું હતું. આ સિવાય ઉના શહેરમાં પણ અનેક ગાય તેમજ બળદના મોત થયાનું સામે આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...