• Gujarati News
  • Local
  • Gujarat
  • Gir somnath
  • Una
  • More Than 100 Bighas Of Land Washed Away In Rupen River Of Sanwav Village Of Gir Gadha, Coming To Dhodapur, 20 To 25 Farmers' Fields Were Inundated By Flood Water.

ખેતરો અને પાકને ભારે નુકસાન:ગીર-ગઢડાના સનવાવ ગામની રૂપેણ નદીમાં ધોડાપુર આવતા 100થી વધુ વિઘા જમીનનું ધોવાણ, 20 થી 25 ખેડૂતોના ખેતરોમાં પુરનું પાણી ઘુસ્યું

ઉના9 દિવસ પહેલા

ઉના ગત શુક્રવારે બપોર બાદ ઉના, ગીરગઢડા તેમજ ગીરજંગલના ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસતા નદી નાળાઓમાં છલકાયા હતા અને નદીઓ પણ બન્ને કાંઠે વહેતી થઇ હતી. ત્યારે ગીરગઢડાના સનવાવ ગામ પાસેથી પસાર થતી રૂપેણ નદીમાં ઘોડાપુર આવતા સૌથી વધુ વિઘા ખેતી જમીન અને 20 થી 25 ખેડૂતોના ખેતરો ધોવાણ થઇ જતાં ખેતી પાકને ભારે નુકસાન થયુ હતું. જેના કારણે ખેડૂતોના હાથમાં આવેલો કોળીયો પણ છીનવાય જતાં પાયમાલ બની ગયેલ. ખેતીમાં થયેલ નુકસાન અંગેની સહાય ચુકવવા ખેડૂતની માંગણી ઉઠી રહી છે.

સનવાવ ગામેથી પસાર થતી રૂપેણ નદીમાં ઘોડાપુર આવતા બન્ને કાંઠે પાણી વહેતી થઈ હતી. ત્યારે રૂપેણ નદીનું પાણી આડુ ફાટતા આજુબાજુના ખેતરોમાં પાણી ઘુસી જતાં આ વિસ્તારના 100 થી વધુ વિધા ખેતીની જમીનનું ધોવાણ થઇ ગયુ હતું. તેમજ ખેતીમાં વાવેતર કરેલ મોલાતને પણ ભારે નુકસાન થયુ હતું. જેમાં મગફળી, સોયાબીન, કપાસ, શાકભાજી સહીતના પાકો નાશ પામી જતાં ખેડૂતોને વધુ એક ફટકો પડતા ભારે નુકસાન થયુ હતું.

આ બાબતે ખેડૂતોનું કહેવું છે કે બે વર્ષ કોરોના, ગત વર્ષે તાઉતે વાવાઝોડુ અને આ વર્ષે પુરના પાણીથી અમારા ખેતરોનું ધોવાણ થઇ જતાં તમામ પાકો નાશ થઇ ગયા છે. આ ખેતીનું ધોવાણ સાથે પાકને પણ ભારે નુકસાન પહોચ્યુ છે આથી સરકાર દ્રારા સહાય આપવામાં આવે તેવી માંગણી ઉઠવા પામેલ છે.

સનવાવમાં ૨૦ થી ૨૫ ખેડૂતોના ખેતરોનું ધોવાણ થયું: ખેડૂત મુસાભાઇ
સનવાવ ગામના ખેડૂત મુસાભાઇ નાયાએ જણાવેલ કે, ગઇ કાલે 3 થી 6 વાગ્યે ધોધમાર વરસાદ પડ્યો હતો. ત્યારે ગામ પાસેથી પસાર થતી રૂપેણ નદીમાં ઘોડાપુર આવતા 20 થી 25 ખેડૂતોના ખેતરમાં પાણી ઘુસી જતાં ખેતરનું ધોવાણ થયુ અને પાકને ભારે ભારે નુકશાન થયુ હતું.

અન્ય સમાચારો પણ છે...