રસ્તાની સમસ્યા થશે દૂર:ઉનાના સૈયદ રાજપરા બંદર કાંઠે બ્લોક રસ્તાની કામગીરીને લઈ ધારાસભ્ય કે.સી.રાઠોડે સમીક્ષા કરી, કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું

ઉનાએક મહિનો પહેલા

ઉનાના સૈયદ રાજપરા બંદર ખાતે આવેલા દરીયા કાંઠે માછીમારોને લંગારવામાં આવતી બોટ માટે વ્યવસ્થા અને કાંઠા સુધી તમામ વાહનો સરળતાથી પહોંચી શકે તે માટે મોટા બ્લોક રોડની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે ધારાસભ્ય કે.સી.રાઠોડે સ્થળ મુલાકાત લીધી હતી. અને આ કામગીરીની સમીક્ષા કરી હતી.

આ કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન અને સુચના આપવામાં આવેલી અને વ્યવસ્થિત એસ્ટીમેન્ટ મુજબ બ્લોક રસ્તાનું કામ કરવા જણાવેલું હતુ. જેથી માછીમારોને પોતાની બોટ સલામત રીતે લાંગરી શકે અને કાંઠા સુધી તમામ વાહન સરળતાથી લઇ જવા આસાન બની રહેશે.

આમ દરીયા કાંઠા વિસ્તારમાં બ્લોક રોડની કામગીરી કરવામાં આવતા માછીમારોમાં ખુશીનો માહોલ ફેલાયો હતો. જોકે છેલ્લા ઘણા લાંબા સમયથી માછીમારોને થતી રસ્તાની સમસ્યા દૂર થઇ જશે.

અન્ય સમાચારો પણ છે...