ઉત્પાદન:ગીરગઢડાના ઝુંડવડલીમાં ચેકડેમનાં કામને લઈ લાખોની રકમ ફાળવાઈ

ઊના3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્યના પ્રયત્નને સફળતા મળી, ધરતી પુત્રો બારેમાસ ઉત્પાદન લઈ શકશે

ઊના-ગીરગઢડા પંથકમાંથી પસાર થતી અનેક નદીઓનાં પાણી મચ્છુનદી મારફતે સીધા દરીયાઇ સીમામાં જતાં રહેતાં હોવાનાં કારણે નદી નાળા તળાવ ઉનાળા દરમિયાન સુકાઈ જવાનાં કારણે કાંઠાળ વિસ્તારના ગામોમાં પાણીની સમસ્યા સર્જાય છે. અને સિંચાઈ યોજના અંતર્ગત ખેતી કરવામાં મુશ્કેલી પડતી હોય તેમજ દરિયાઈ ખારાશ વધવાના કારણે લોકોના આરોગ્યને નુકસાન પહોંચે છે.

જેને લઈ ઝુડવડલી ગામે પાણી સંગ્રહ કરવા તળાવો ઉપર વિયર રિચાર્જ ડેમ બાંધવાની યોજના મુકવા ઊનાના ધારાસભ્ય પુંજાભાઈ વંશ એક દાયકાથી રાજ્ય સરકારનાં જળ સંપત્તિ, પાણી પૂરવઠા કલ્પસર વિભાગ સહિતને રજૂઆત કરી માંગ કરી રહ્યાં હતા. જેને લઈ ઝુડવડલી નજીક 3516,50 લાખનાં ખર્ચે ચેક ડેમ બાંધવાની મંજુરી આપવા આવી છે.

અને આ પાણી સગ્રહ થવાથી ખેડુતોને મોટા ફાયદા સાથે દરીયાઇ કંઠાળ વિસ્તારમાં પાણીની સમસ્યા દુર થશે ક્ષાર પર નિયંત્રણ મેળવી શકાય છે. અને સુચિત યોજના મુજબ વિયર ચેક ડેમ સ્ટોરેજની કેપેસીટી 1.45 એમ સી એમ 51.130 એમ સી એફ ટી મુજબ બનાવવા મંજુરી અપાઈ છે.

આ ડેમ બનવાથી ગીર પંથકના વરસાદના પાણી મચ્છુન્દ્રી નદી મારફતે દરીયામાં વહી જતાં હોય તે અટકી જશે અને ઊના પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં મીઠા પાણીનો સંગ્રહ થવાના કારણે ખેડૂતો બારેમાસ ઉત્પાદન લઈ શકશે.

સાથે જ સિંચાઇનો લાભ પણ મળશે, તળ ઉંચા આવશે, પીવાના પાણીની સમસ્યા પણ દૂર થશે અને દરીયાની ખારાશ આગળ વધતી અટકશે તેમજ ક્ષારનું પ્રમાણ પણ અટકવાથી લોકોને થતા ગંભીર રોગનું પ્રમાણ પણ ઘટશે. ત્યારે ધારાસભ્ય પુંજાભાઈ વંશની વર્ષો જુની માંગણી સંતોષાતા આ પંથકમાં હવે ચારે તરફ હરિયાળી સર્જાઈ જશે.

અન્ય સમાચારો પણ છે...