તાલીમ કાર્યક્રમનું આયોજન:ઊનાના સામતેર ગામમાં માટીકામ કૌશલ્ય નિર્માણ માટે પુરૂષ તેમજ મહીલાઓને રોજીરોટી માટેની તાલીમ અપાઈ...

ઉનાએક મહિનો પહેલા

ઉનાના સામતેર ગામમાં ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન ગાંધીનગર દ્વારા આયોજીત માટીકામ કૌશલ્ય નિર્માણ તાલુકા કાર્યક્રમમાં પુરૂષ તેમજ મહીલાઓને રોજીરોટી માટેની તાલીમ આપવામાં આવી હતી.

સામતેર ગામમાં ગુજરાત માટીકામ કલાકારી અને ટેકનોલોજી સંસ્થા ગાંધીનગર દ્વારા આયોજીત માટીકામ કૌશલ્ય નિર્માણ તાલીમ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ તાલીમ તા. 26 ડિસે.થી તા. 25 જાન્યુ. એક મહીના સુધી કાર્યક્રમ શરૂ રહે છે. જેમાં માટીકામ કરી તેમાંથી બનાવવામાં આવતી સાધન સામગ્રીની ટ્રેનિંગ આપવામાં આવેલી.

સામતેર તેમજ આજુબાજના ગામની મહીલાઓ તેમજ પુરૂષોને આ કામની તાલીમ આપી પોતાની રોજીરોટી મળી રહે તે માટે સંસ્થા દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે. આ તાલીક કેન્દ્રમાં મેઘનાબેન, હિમતભાઇ, નિલેશભાઇ અને સામતેર ગ્રામ પંચાયતના ઉપસરપંચ સંજયસિંહ ગોહીલ સહીતના હાજર રહી આ કારીગરોમાં ઉત્સાહ વધાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...