વાવાઝોડાએ અનેક વર્ષ બગાડ્યા:નાઘેરના કેરી ઉત્પાદકો દેવામાં ડુબી જશે, કરોડોની જગ્યાએ આ વર્ષે લાખોના જ ઉત્પાદનનો અંદાજ

ઊનાએક મહિનો પહેલાલેખક: જયેશ ગોંધીયા
  • કૉપી લિંક
વાવાઝોડાને એક વર્ષ વિતી ગયું છે છતાં આંબાવાડીઓ ફરી બેઠી થઇ નથી. જેથી કેરી ઉત્પાદકોએ કરેલો લાખો રૂપિયાનો ખર્ચ પાણીમાં જશે અને આર્થિક ફટકો પણ પડશે. - Divya Bhaskar
વાવાઝોડાને એક વર્ષ વિતી ગયું છે છતાં આંબાવાડીઓ ફરી બેઠી થઇ નથી. જેથી કેરી ઉત્પાદકોએ કરેલો લાખો રૂપિયાનો ખર્ચ પાણીમાં જશે અને આર્થિક ફટકો પણ પડશે.

ઓણસાલ નાઘેરવાસી ઓ કેસરના સ્વાદ માટે તલપાપડ થયા હોવાનું જાણવા મળી રહ્યુ છે. ગત વર્ષે આવેલા તાઉતે વાવાઝોડાએ નાઘેર વિસ્તારના જે બાગાયતી પાકને નુકસાનન પોહચાડ્યુ છે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. તેમાંય ખાસ કરીને કેરીના પાકને વ્યાપક નુકસાન થયુ છે.

કનુભાઇ ચાવડા - ખેડુત
કનુભાઇ ચાવડા - ખેડુત

પહેલા કરોડોનું ઉત્પાદન થતુ હવે ઘટીને લાખોમાં થશે
નાઘેર વિસ્તારના 40 થી વધુ ગામોમાં આંબાવાડી આવેલ હોય અને કેરીની સીઝન પાંચ હજારથી વધુ શ્રમિકો પોતાનું પેટીયુ રળતા હતા. પરંતુ વાવાઝોડા બાદ આ શ્રમિકોની હાલત પણ દયનિય બની ગયેલ છે. અને આા વિસ્તારમાં કરોડો રૂપિયાની કેરીનું ઉત્પાદન થતુ તેની સામે આ વર્ષે લાખો રૂપિયાનું જ ઉત્પાદન થશે તેવું જાણવા મળી રહ્યુ છે. તેની સામે લાખોનો ખર્ચ થાય એટલે ખેડૂતો હતા ત્યાંના ત્યાંજ. બીજી બાજુ આંબાવાડી ધરાવતા ખેડૂતોના જણાવ્યા મુજબ સરકાર બાગાયતી પાકના પાકમાં સમાવેશ કરેલ ન હોવાથી આ નુકસાની અમે ક્યાં સુધી સહન કરી શકીશું ? તેવો વસોવસો વ્યક્ત કરી રહ્યા હતા.

આંબાવાડી ધરાવતા ખેડૂતો દેવાના બોજ હેઠળ
કેરીનું ઉત્પાદન થાય કે ન થાય આંબાની માવજત કરવામાં જે ખર્ચ આવે તે તો આવવાનો જ છે. ​​​​​​​વિશેષમાં આંબાવાડી ધરાવતા મોટાભાગના ખેડૂતો અન્ય કોઇ પાકોનું વાવેતર કરતા ન હોય અને ઓણસાલ 5 ટકા જેટલુ ઉત્પાદન તેમની સામે ઉત્પાદન જેટલો ખર્ચ થઇ જતો હોવાથી આવા આંબાવાડી ધરાવતા ખેડૂતો દેવાના બોજ હેઠળ આવી ગયા છે.

પાણી પુરતુ મળતુ ન હોવાથી ખેડૂતોની હાલત દયનિય
​​​​​​​
વાવાઝોડાના કારણે આંબાને વ્યાપક નુકસાન થયેલ હોવાથી વર્તમાન પરિસ્થિતી એવી ઉભી થયેલ છેકે વાવાઝોડા પહેલા આંબામાં ત્રણ વખત પાણી વાળવુ પડતું અને વાવાઝોડા પછી હવે છ વખત પાણી વાળવુ પડે છે અને તેમાંય પાણી પણ પુરતુ મળતુ ન હોવાથી ખેડૂતોની હાલત દયનિય બની ગયેલ છે. આંબાવાડીમાં આ વખતે આમ જોઇએ તો નહીવત ઉત્પાદન થયેલ હોવાથી કેરીના બોક્ષનો વેપાર પણ ઠપ્પ થઇ ગયેલ છે.

હવે કેસર માટે પાંચ વર્ષથી વધુ રાહ જોવી પડશે
​​​​​​​
હજારો વાહનો જે કેરીનો જથ્થો લઇને અલગ અલગ શહેરોમાં જતા હતા. તેના પૈડા પણ થંભી ગયા છે. આમ આ વિસ્તારના લોકોને કેસરનો સ્વાદ માણવા હજુ પણ પાંચ વર્ષથી વધુ રાહ જોવી પડશે. જે આંબાવાડી ઇજારેદારો લાખો રૂપિયામાં ઇજારો રાખતા અને તેમાંથી લાખો રૂપિયાની આવક ઇજારેદારોને થતી તે દિવસો આવતા હવે વર્ષો વિતી જશે કેમ કે 50 થી વધુ વર્ષના આંબાનું આજે અસ્તિત્વ રહ્યુ નથી. અને જે આંબા બચ્યા છે તે આંબામાં કેરીનો ફાલ આવતો નથી હવે સરકાર ધ્યાન આપે તેવી માંગણી ધરતીપુત્રોમાંથી ઉઠવા પામેલ છે.

55ની જગ્યાએ 5 લાખની પણ કેરી નહીં થાય
​​​​​​​ગરાળ ગામમાં 85 વિઘાની આંબાવાડી ધરાવતા ખેડૂત કનુભાઇ ચાવડાએ જણાવેલ કે ગઇ સાલ કેરી ખરી ગઇ અને કોરોનાની મહામારી હતી. અને પછી વાવાઝોડુ આવ્યુ મારા બગીચામાંથી અમે 55 લાખની કેરીનું વેચાણ કરતા વાવાઝોડા બાદ કેરીનું ઉત્પાદન નહીવત છે. આ વર્ષે માત્ર રૂપિયા 5 લાખની કેરી થાય તો પણ નસીબ અમારા જે નુકસાની ગયેલ છે તેની કલ્પના પણ ન કરી શકાય અને હવે આવુ ઉત્પાદન ક્યારે આવશે તે પણ નક્કી નથી. - કનુભાઇ ચાવડા

​​​​​​​રૂપિયા 12 લાખની જગ્યાએ 70 હજાર સુધીમાં ઈજારા
​​​​​​​હજુ બે વર્ષ પહેલા જે આંબાવાડીના ઇજારો રૂપિયા 12 લાખમાં નક્કી થતો તે આંબાવાડીનો ઇજારો આ વર્ષે ફક્ત 60 થી 70 હજાર સુધીમાં નક્કી થયા. તો બીજી તરફ લાખો રૂપિયાનું ઉત્પાદન 7 થી 10 વર્ષ જેટલો સમય થાય તો ખેડૂતોની નુકસાન કેટલી ? તે પણ સવાલ ઉભો થઇ રહ્યો છે.

1 દાયકાથી વધુનો સમય લાગશે : મનુભાઈ સોલંકી
​​​​​​​ઊનાનું ગરાળ ગામ કેરીનું જન્મ સ્થાન ગણાય છે. અને ગામ આંબાવાડી પર આધારીત છે. અને એકલા આ ગામમાંથી કેરીની સીઝનમાં 2 કરોડથી વધુની કેરીનું ઉત્પાદન થતુ. આ બાબતે ગરાળ ગામના અગ્રણી મનુભાઇ સોલંકીએ જણાવેલ કે કેરીનું ઉત્પાદન વાવાઝોડા બાદ 5 ટકા પણ છે નહીં અને વર્ષો જુની આંબાવાડી ઉભી થતાં એક દાયકાથી વધુ સમય થશે.

અન્ય સમાચારો પણ છે...