હાલાકી:ગીરગઢડાનાં નેસ વિસ્તારમાં વસતા માલધારી પરિવારો શિક્ષણ અને આરોગ્ય સહિતની યોજનાથી વંચિત

ઊના12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાતિ- આવકના દાખલા પણ અપાતા નથી, આગેવાનો દ્વારા રજુઆત કરવામાં આવી

ઊના- ગીરગઢડા તાલુકાનાં ગીર જંગલ વિસ્તારમાં સૌથી વધારે માલધારી નેસડા હોય જે વિસ્તારમાં બહોળી સંખ્યામાં માલધારીઓ પરિવાર સાથે માલઢોર રાખીને પશુપાલનનો વ્યવસાય કરી પરિવારનો નિભાવ કરતા હોય છે. અને વન્યપ્રાણીઓનું પણ રક્ષણ કરતાં આ માલધારીઓનાં નેસ સેટલમેન્ટ ગામો વચ્ચે પણ આવતાં હોય છે. ઘણાં નેશ પ્રતિબંધ વન વિભાગનાની રેન્જ ફોરેસ્ટ કચેરી હેઠળના વિસ્તારોમાં આવતા અભણ માલધારીઓ કાયદાકીય અજાણ હોય નેશ પંથકની શાળાઓમાં સંતાનોને શિક્ષણ આપી રહ્યાં છે.

માલધારીઓના બાળકો અને પરીવારોને શિક્ષણમાં મળતા સરકારની યોજનાનાં લાભો તેમજ આરોગ્યલક્ષી યોજના માલઢોર માટે ચારો સહિતના લાભો મેળવી શકે તેવા હેતુથી આવક- જાતીના દાખલા, ઉંમરનાં પ્રમાણ પત્રો, જન્મ મરણ નોંધણી દાખલા સહિત મેળવવા માટે 30 થી 40 કિ.મિ. દુર ગીરગઢડા તાલુકા સેવા સદન ખાતે જવુ પડે છે. તેમ છતા છતાં તાલુકા સેવા સદનના અધિકારીઓ દ્વારા દાખલા કાઢી આપવાનો ઈન્કાર કરીને હેરાનગતિ કરાતી હોવાની ફરીયાદો ઉઠી રહી છે.

નેસના ગામડા તા.પં. કે મામલતદાર અને રેવન્યું કચેરીમાં ન આવતા હોવાનું કહી દાખલા કાઢી અપાતા નથી. અને આ પ્રમાણપત્ર સમાજ કલ્યાણ શાખામાં જ કઢાવવાનો આગ્રહ રખાઈ છે. ગીર પંથકના નેશડા હેઠળના જસાધાર, તુલસી શ્યામ, ખજુરી નેશ, ડોઢી નેશ, ટીબરવા, હડાળા, ઘોડાવડી કોઠારીયા, મીઢા નેશ, સરખડિયા નેસ, હાપા નેશ સહિતના ગામડા ઊના 93 વિધાનસભા ચૂંટણીમાં મત આપવા માટે જ રાખવામાં આવ્યા છે કે શું.?

ચુંટણી કાર્ડ, આધાર કાર્ડ, રેશનકાર્ડ જેવા ડોક્યુમેન્ટ ગીરગઢડા તાલુકાના ફાળવવામાં આવેલ છે તો આવકનાં દાખલા જાતિના દાખલા કલ્યાણ શાખામાંથી કોણ કાઢી આપશે તે કચેરીને કોઈ સત્તા જ નથી જંગલમાં વસવાટ કરતા માલધારીઓને જંગલ વિસ્તાર છોડવા મજબુર કરવામાં આવી રહ્યાં છે કે શું ? આમ હેરાનગતિ કરાતી હોવાનો આક્ષેપ માલધારી સમાજ આગેવાનો દ્વારા કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...