ડેમ ઓવરફ્લો:ઊના - ગીરગઢડાનો મચ્છુન્દ્રી ડેમ 100 ટકા ભરાયો, 16 ગામોને એલર્ટ કરવામાં આવ્યા

ઉના14 દિવસ પહેલા

ઉના - ગીરગઢડાની જીવાદોરી સમાન ગણાતી મચ્છુન્દ્રી ડેમ સો ટકા ભરાય જતાં નદી કાંઠા વિસ્તારના 16 ગામોને નદીના પટમાં અવર જવર ન કરવા તંત્ર દ્વારા સુચના આપવામાં આવેલ છે.

ડીઝાઈન સ્ટોરેજ પ્રમાણે સંપૂર્ણ સપાટીએ 100% ભરાઈ ગયેલ
ગીરગઢડાના કોદિયા ગામ પાસે આવેલ મચ્છુન્દ્રી જળાશયમાં પાણીની આવક વધતાં જળાશય તેમના ડીઝાઈન સ્ટોરેજ પ્રમાણે સંપૂર્ણ સપાટીએ 100% ભરાઈ ગયેલ છે. હાલનું લેવલ 109.50 મીટર છે. ઉંડાઇ 10 મીટર છે. અને જીવંત જથ્થો 26.7029મી. ઘન મીટર છે. કુલ સંગ્રહ : 31.8407 મી.ઘ.મી. છે. પાણીની આવક ચાલુ હોવાથી ગમે ત્યારે ઓવરફ્લો થઈ શકે છે.

નીચાણવાળા વિસ્તારના ગામોને હાઈ એલર્ટ કરવામાં આવ્યા
મચ્છુન્દ્રી ડેમ ઓવફ્લો થતાં નીચાણવાળા વિસ્તારના ગામોને હાઈ એલર્ટ કરવામાં આવેલ છે. નદીના પટમાં કે કાઠા વિસ્તારમાં અવર જવર ન કરવા તેમજ ઢોરઢાંખર અને વાહન પસાર કરવા નહીં. તેવી ચેતવણી આપવામાં આવી છે. તેમજ સાવચેત રહેવા જાણ કરવા ખાસ સુચના આપી દેવામાં આવેલ છે. જ્યારે તાલુકાના રસુલપરા, કોદિયા, દ્રોણ, ઇંટવાયા, ફાટસર, ઝુડવડલી, મેણ, ગુંદાળા, ચાચકવડ, ઉના, દેલવાડા, કાળાપાણ, રાજપરા, રામપરા, ઝાખરવાડા, નવાબંદર ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...