ગરાળ રોડ પર છકડો પલ્ટી માર્યો:મોઠાથી ઉના જતા છકડા આડે આવેલ વૃધને બચાવતા કાબુ ગુમાવ્યો, અકસ્માતમાં 8 પેસેન્જરોને ઇંજા 1 ગંભીર

ઉના5 દિવસ પહેલા
  • ઈજાગ્રસ્તોને 108 વડે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

ઉનાના ગરાળ ગામના રસ્તા પર છકડા રીક્ષામાં પેસેન્ટરો ભરી ઉના તરફ જતી હતી. એ વખતે અચાનક રસ્તા પર વૃધ આડે આવતા તેને બચાવવા જતાં સ્ટેરીંગનો કાબુ ગુમાવી દેતા રીક્ષા પલ્ટી ખાઇ હતી. જેમાં ૮ વ્યક્તિને નાની મોટી ઇજા થતા સારવાર અર્થે ઉના સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા.

સ્ટેરીંગનો કાબુ ગુમાવી દેતા રીક્ષા રસ્તાની સાઇડમાં પલ્ટી ખાઇ ગઇ
આ અંગેની જાણવા મળતી વિગત મુજબ ઉના તાલુકાના મોઠા ગામેથી ઉના તરફ પેસેન્જર ભરેલી છકડો રીક્ષા આવતી હતી. ત્યારે ગરાળ ગામ નજીક અચાનક રસ્તા પર વૃધ આડે ઉતરતા રીક્ષા ચાલકે વૃધને બચાવવા જતાં સ્ટેરીંગનો કાબુ ગુમાવી દેતા રીક્ષા રસ્તાની સાઇડમાં પલ્ટી ખાઇ ગઇ હતી. રીક્ષામાં બેઠેલા પેસેન્ટરો બધુભા ભુપતસંગ રાઠોડ ગામ.ગરાળ, જીવુબેન વિરાભાઇ પરમાર, નાનુબેન જેઠાભાઇ વાળા, જાનીબેન રાઘવભાઇ વાળા ગામ. નાગેશ્રી, કાળુભાઇ લાખાભાઇ પરમાર, રાણીબેન અમરાભાઇ સરવૈયા ગામ.મોઠા, અમરાભાઇ અરજણભાઇ સરવૈયા, તેમજ વનિતાબેન બાબુભાઇ વિઝુંડા ગામ. બામણસા. આ તમામને નાની મોટી ઇજા થઇ હતી. જેમાં બધુભાને માથાના ભાગે ગંભીર ઇજા પહોચી હતી. જ્યારે આ તમામ ઇજાગ્રસ્તોને ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સમાં ઉના સરકારી હોસ્પીટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...