ગીર સોમનાથ જિલ્લાના ઉનાના કાણકબરડા ગામની સીમ વાડી વિસ્તારમાં રાત્રિનાં સમયે દીપડો અવાર નવાર આવી ચઢતા ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો હતો. કાણકબરડા ગામમાં ત્રણ દિવસ પહેલા એક વાડીમાં દીપડાએ ગાયનો મરણ કર્યો હતો. ત્યારે આ ગામમાં અવાર નવાર દીપડો આવી મૂંગા પશુઓ પર હુમલો કરી મારણ કરી બાદમાં મિજબાની માણી સીમ વાડી વિસ્તારમાં ચાલ્યાં જતાં હોય છે.
ત્યારે કાણકબરડા ગામની સીમ વાડીમાં રાત્રિના સમયે ખેડૂત પોતાના ખેતરથી ઘરે જતાં હતા. ત્યારે અચાનક દીપડો વાડીમાંથી પસાર થતાં નજરે પડતાં ભયભીત થયેલા ખેડૂતે બેટરીની ટોચ કરતા દીપડો ત્યાંથી નાશી છુટ્યો હતો. તેથી દીપડાનાં આંટાફેરાથી ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ખેડૂતોને ઘરેથી પરત વાડીએ રાત્રીના પાકનું રખુપુ તેમજ પાણી વાળવા જવા માટે ભય અનુભવી રહ્યાં છે. આમ અવાર નવાર ગામમાં તેમજ સીમ વાડી વિસ્તારમાં દીપડાનાં આંટાફેરાથી ભયનું વાતાવરણ ફેલાયું છે. અને વનવિભાગ દ્વારા આ વિસ્તારમાં દીપડાને પુરવા પાંજરા ગોઠવવા ખેડૂતોની માંગણી ઉઠવા પામેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.