ગીર સોમનાથ જિલ્લા એલસીબી ટીમે વેરાવળના તાલાલા તાલુકામાંથી અને ઉના તાલુકા માંથી તીનપત્તિ તથા વરલી મટકાનો જુગાર રમતા સાત શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તાલાલા મેઈન બજારમાં સાગર હોટલ નજીક વરલી મટકાનો જુગાર રમતા હોવાની બાતમી આધારે જિલ્લા એલસીબી બ્રાન્ચે રેડ દરમિયાન તાલાલા રહેતા કિરીટ ગીરધરલાલ અઢીયા તેમજ ઉલ્લાસગીરી ગોવિંદગીરી અપારનાથી આ બન્ને શખ્સો તાલાલા મેઈન બજારમાં સાગર હોટલ નજીક વરલી મટકાનો જુગાર રમતા એલસીબી ટીમે કિં.રૂ. 10,680ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે.
તેમજ ઉના તાલુકાના કાંધી ગામે બસ સ્ટેશન પાસે રાવલ નદીના કાંઠે તીનપત્તી જુગાર રમતા રેઇડ દરમિયાન સ્થળ પરથી ગોવિંદ કાના પરમાર રહે. કાંધી, મનુભાઈ ડાયા ગોહિલ રહે. સનખડા, સંજય ઉર્ફે દિનેશ શામજી ગોહિલ રહે. ટીંબી, તેમજ છગન ચના ગોહિલ રહે. કાંધીને રૂ. 12,430 મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. આ ઉપરાંત કાંધી ગામે વરલી મટકાનો જુગાર રમતો ગફુર ગની લોઢવીયાને રૂ. 13,270 મુદ્દામાલ સાથે પકડી પાડેલો છે. જિલ્લા એલસીબી બ્રાન્ચે કુલ રૂ. 33,380ના મુદ્દામાલ સાથે સાત શખ્સોને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આમ ગીર સોમનાથ જિલ્લા એલસીબીના એ.એસ. ચાવડા, વી.કે.ઝાલા, પ્રવીણ મોરી, પ્રફુલ વાઢેર, રાજુ ગઢીયા શૈલેષ ડોડીયા, ભુપેન્દ્રસિંહ ચાવડા, સંદિપસિંહ ઝણકાટ સહિતની ટીમે આ તમામ જુગાર રમતા શખ્સોને કુલ રૂ. 33,380ના મુદ્દામાલ સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.