દીવના નાગવા બીચ પર રાત્રીના સમયે ચેન્જીંગ રૂમ અને મીઠા પાણીથી નાહવા માટે બનાવેલા વાસના બાથરૂમમાં અચાનક આગ લાગતાં અફડાતફડી મચી ગઈ હતી. પવનના કારણે આગ ધીમે-ધીમે આગળ વધી હતી અને તણખલાંથી નજીકમાં આવેલા મોટી સંખ્યામાં તાળના પણ આગ લાગી હતી.
દીવના મીની ગોવા તરીકે વિશ્વ વિખ્યાત નાગવા બીચ પર બનાવવામાં આવેલા ઈકો ફ્રેન્ડલી વાંસના બાથરૂમ અને ચેન્જીંગ રૂમમાં મોડી રાત્રે 2 વાગે ભયંકર આગ લાગી હતી. બનાવ અંગે ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયર ફાઈટરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગના લીધે લાખો રૂપિયાનું નુકશાન થયું હતું. જોકે આગ રાત્રે લાગતા જાનહાની ટળી હતી. બીચ નજીક વોટર સ્પોર્ટ્સની રાઈડ્સ તેમજ પેટ્રોલના કેન ભરેલા હોવાથી પોલીસે સીસીટીવીના ફૂટેજ કબ્જે કરી તપાસ હાથ ધરી છે.
આગ લાગતાં જ આસપાસના વેપારીઓએ આગ બુઝાવવા પ્રયાસ કર્યો હતો. બાદમાં દીવ ફાયરબ્રિગેડને જાણ કરતાં તાત્કાલિક ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી કલાકોની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. આ આગની ઘટનાનું કારણ જાણવા મળ્યું નથી. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હોવાનું જાણવા મળ્યું છે. જોકે આ વિસ્તારનાં આગની ઘટનાને પગલે બળીને ખાક થઈ જતાં લાખોનું નુક્સાન થયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.