ભાજપની મહારેલી:કે.સી રાઠોડની ગીરગઢડા, ધોકડવામાં વિજય રેલી; મહા વિજય રેલીમાં હજારો કાર્યકરો જોડાયા હતા, ઠેર-ઠેર ફુલહારથી સ્વાગત કરાયું

ઉના3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઊના વિધાનસભા પર ફરી એક વખત કેસરીયો લેહરાયો. ધારાસભ્ય કે.સી. રાઠોડની 43 હજાર વધારે મતોથી ઐતિહાસીક જીત મળતાં આજરોજ ગીરગઢડા તેમજ ધોકડવા ગામે વિજય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં હજારો કાર્યકરો વિજય રેલીમાં જોડાયા હતા.

આ મહા વિજય રેલીમાં મતદારોના આર્શીવાદ લેવા પહોંચેલા ધારાસભ્ય કે.સી. રાઠોડનું ઠેર ઠેર ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતુ. ધારાસભ્યએ આ જીત ઉના ગીરગઢડા તાલુકાની પ્રજાની જીત અને વિકાસ કાર્યની જીત હોવાનું જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...