ઉના વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપના કે.સી. રાઠોડ અને કોંગ્રેસના પુંજાભાઇ વંશ વચ્ચે સિધી ટક્કર હતી. આ બેઠક પર 63 ટકા જેટલુ મતદાન થયાં બાદ રાજકીય પંડીતો દ્રારા અલગ અલગ દાવાઓ અને તારણ કાઢવામાં આવેલ હતા. મતદાન બાદ 6 દિવસ સુધી કોણ જીતશે? કોણ હારશે? તેની વિવિધ ચર્ચાઓ વચ્ચે આજે મત ગણતરી પુર્ણ થયાબાદ ભાજપના ઉમેદવાર કાળુભાઇ રાઠોડે 43,526 મતે ઐતિહાસીક વિજય મેળવ્યો હતો. જ્યારે કોંગ્રેસની છાવણીમાં સન્નાટો મચી જવા પામ્યો હતો.
ઉનામાં 10 વર્ષ બાદ કોંગ્રેસની હાર
વેરાવળ મુકામે આજે મતગણતરીનો પ્રારંભ થતા ઉના બેઠકની 20 રાઉન્ડની ગણતરી શરૂથતા એકપણ રાઉન્ડમાં કોંગ્રેસના પુંજાભાઇ વંશને લીડ મળેલ ન હતી. તમામ રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર કે.સી. રાઠોડની લીડમાં વધારો થતો ગયો અને અંતે મતગણતરીના અંતે 6 ટર્મથી ચુંટાતા પુંજાભાઇ વંશની કારમી હાર થતા ઉનામાં 10 વર્ષ બાદ ફરી ભગવો લેહરાતા ભાજપના આગેવાન અને કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.
કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરોના ચહેરામાં હતાશા
વિજય બાદ ભાજપના ઉમેદવારનું વિજય સરઘસ ઉનાથી 15 કિ.મી.દૂર કેસરીયા ગામથી પ્રારંભ થયો હતો. જેમાં હજારોની સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા અને તમામ મતદારોએ પણ આ વિજયને આવકાર્યો હતો. ભાજપની પ્રચંડ લીડથી થયેલ જીતથી કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરોના ચહેરામાં હતાશા જોવા મળતી હતી. તો બીજી તરફ 1962થી 2022 એમ 50 વર્ષના સમય ગાળામાં 13 વખત વિભાનસભાની ચૂંટણી યોજાઇ હતી. પરંતુ 14મી વિધાનસભામાં ભાજપના ઉમેદવાર કે.સી. રાઠોડે તમામ રેકર્ડ પોતાના નામે કર્યા હોય તેમ 43,526 મતોની લીડથી અત્યાર સુધી ઉનામાં કોઇપણ ઉમેદવારની જીત થયેલ નથી. વિપક્ષના તમામ ગણીત ઉધાપાડી ભાજપનો વિજય પ્રાપ્ત થયેલો.
2007 બાદ ફરી 2022માં ભાજપ
ભાજપે પ્રથમ વખત 2007માં પ્રથમ વખત કાળુભાઇને ટિકિટ આપેલ અને 10,706 મતે વિજય થયેલા બાદમાં 2022માં ટિકિટ આપતા 43,526 મતે વિજય થયા છે. આમ ભાજપ માટે ઉનાની સીટ પર સમગ્ર જીલ્લામાં જીતેલ ઉમેદવાર કરતા વધુ લીડ મળેલ છે.
ગીરગઢડામાં કોંગ્રેસમાં ગાબડું
વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને દર વખતે ગીરગઢડા તાલુકો લીડ આપતો હતો. પરંતુ આ 2022ની ચૂંટણીમાં ગીરગઢડા તાલુકાએ પણ કોંગ્રેસને જાકારો આપી ભાજપને પ્રચંડ લીડથી જીતાંડી છે.
ભાજપ કોંગ્રેસને મળેલ મતો
કે.સી.રાઠોડ ભાજપ-95,860
પુંજાભાઇ વંશ કોંગ્રેસ-52,334
સેજલબેન ખુંટ આપ-12,922
જ્યારે નોટોમાં 3092 મત તેમજ 209 મત રદ થયા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.