ભાજપ ઉમેદવારોની પ્રથમ યાદી:ઉના બેઠક પરથી કે. સી. રાઠોડને ટિકિટ ફાળવાઈ; કાર્યાલય ખાતે ફટાકડાં ફોડી આતિશબાજી કરાઈ

ઉના20 દિવસ પહેલા

ઉના વિધાનસભા બેઠક પરથી કે.સી.રાઠોડ ઉમેદવાર જાહેર થતાં ભાજપ કાર્યાલયે કાળુ રાઠોડને ફૂલહાર કરી અભિનંદન પાઠવ્યા હતા અને ફટાકડાં ફોડી અતિશબાજી કરી હતી.

કે.સી.રાઠોડે પ્રદેશ અને જિલ્લાના સંગઠનનો આભાર માન્યો
ભાજપ દ્વારા ઉના બેઠક પર પૂર્વ ધારાસભ્ય કાળુ ચાનાભાઈ રાઠોડ (કે.સી રાઠોડ)નું નામ જાહેર થતાં ભાજપ કાર્યાલયે મોટી સંખ્યામાં કાર્યકરો દોડી ગયા હતા અને ફુલહાર કરી સાથે ફટાકડાં ફોડી અતિશબાજી કરી હતી. ઉમેદવાર જાહેર થતાં જ કાળુ રાઠોડે પ્રદેશ અને જિલ્લાના સંગઠનનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...