પોલીસ ફરિયાદ:ઊના ખાતે સંયુક્ત પરિવારમાં રહેતી પરિણીતા પર દિયરે જ દુષ્કર્મ આચર્યું

ઊનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એકલતાનો લાભ લઈ બળજબરી પૂર્વક પોતાના રૂમમાં લઈ ગયો’તો

ઊના શહેરમાં સંયુક્ત કુટુંબમાં રહેતી એક પરિણીતા ઘરે એકલી હોય જેનો દિયરે લાભ લઈ બપોરના સમયે બળજબરી પૂર્વક પોતાના જ ઘરમાં લઈ જઈ તેમની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. અને કહ્યું હતું કે, તારે જેને કહેવુ હોય તેને કહી દેજે. હુ કોઈનાથી બીતો નથી. તેમ કહી ઘરની બહાર નીકળી ગયો હતો. જેથી પરિણીતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

આ બનાવ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ઊના કોર્ટ વિસ્તાર મચ્છી પીઠ પાસે રહેતો એક શખ્સ સંયુક્ત કુંટુંબમાં રહેતો હોય અને તેમનાં ભાભી (ઉ.વ.20) બપોરના સમયે ઘરે એકલા હતા. એ દરમિયાન દિયરે ભાભીને બાથમાં ભરી પોતાના રૂમમાં લઇ જઇ તેમની મરજી વિરૂદ્ધ બળજબરી પૂર્વક શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યુ હતું.

પરિણીતાએ દિયરને કહ્યું હતું કે, તમે મારી સાથે ખરાબ કામ કર્યુ જેથી હું બધાને કહી દઇશ. તો યાહીને તારે જેને કેવું હોય તેને કઇ દેજે હું કોઇથી બીતો નથી. તેમ કહી તે ઘર બહાર જતો રહ્યો હતો. આ બનાવથી ભોગબનનાર પરિણીતા ગભરાઇ ગઈ હતી. આ સમગ્ર ઘટના અંગે પોતાના દાદી અને તેમની માતાને જાણ કરી હતી. અને પરણીતાએ તેમના દિયર વિરૂધ ઊના પોલીસમાં ફરીયાદ નોધાવતા પોલીસે દુષ્કર્મની ફરીયાદ નોધી આ શખ્સને પકડી પાડવા આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...