ક્રિકેટ વિશે ચર્ચા કરી:દીવ ખાતે ભારતીય ક્રિકેટર મુનાફ પટેલ બે દિવસ રોકાયા; ઓટોગ્રાફ તથા સ્થાનિકો સાથે ફોટોગ્રાફી કરી

ઉના3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે ભારતીય ક્રિકેટ ખેલાડી મુનાફ પટેલે નાગવાની એક હોટલમાં બે દિવસીય રોકાણ કર્યુ હતુ. ત્યારે આ પ્રસંગે દીવના ક્રિકેટ ખેલાડીઓએ પણ મુનાફ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. આજ રોજ તેઓ દ્વારકા જવા રવાના થયા હતા.

દીવના ક્રિકેટ ખેલાડીઓએ ક્રિકેટરનો આભાર વ્યક્ત કર્યો
દીવના પડોશી રાજ્ય ગુજરાતના કોડીનાર ખાતે ક્રિકેટ એકેડમી દ્વારા એક કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમને લઈને તેઓનું રોકાણ દીવ ખાતે હતું. તેઓ બે દિવસ દીવની નાગવાની એક હોટલમાં રોકાયા હતા. જ્યાં દીવના ક્રિકેટ ખેલાડીઓએ પણ તેમની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેઓ દીવના ક્રિકેટ ખેલાડીઓનો પરિચય મેળવ્યો અને ક્રિકેટ વિશે ચર્ચા કરી હતી. સાથે તેઓએ ઓટોગ્રાફ તથા સ્થાનિકો સાથે ફોટોગ્રાફી પણ કરી હતી. તેઓએ વણાકબારાના ખેલાડીઓ સાથે ભોજન પણ કર્યું હતું. આ પ્રસંગે દીવના ક્રિકેટ ખેલાડીઓએ પણ મુનાફ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. આજ રોજ તેઓ દ્વારકા જવા રવાના થયા હતા.

અન્ય સમાચારો પણ છે...