એક જ દિવસમાં 2 આગના બનાવ:દીવ તથા ઘોઘલામાં અલગ અલગ બે જગ્યા પર આગની ઘટના; ફાયર વિભાગે તાત્કાલિક સ્થળો પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો

ઉના17 દિવસ પહેલા

દિવમાં ઘોઘલાના સ્મશાનની પાસે અગ્નિસંસ્કાર માટે લાકડાઓ રાખવામાં આવ્યા હતા તેની સાથે તાઉતે વાવાઝોડા સમયે રાખવામાં આવેલા જુના લાકડામાં અચાનક આગ ભભુકી ઉઠી હતી. જેથી દીવ અને ઘોઘલાની ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી હતી.

દિવના ઘોઘલમાં સવારે સ્મશાનની આસપાસ લાકડાઓમાં અચાનક આગ લાગવાથી આજુબાજુના લોકોને નજરે પડતા લોકોએ પોતાની જાતે આગને બુઝાવવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ આગ કાબુમાં ન થતા દીવ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જાણ થતાં જ સમયસર ફાયર બ્રિગેડના વાહન સાથે તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી જતા કલાકો બાદ મહા મુસીબતે આગને કાબૂમાં લેવાઈ હતી.

તેમજ બીજી બાજુ ફાયર બ્રિગેડને દીવ ટેલીફોન એક્સચેન્જ પાસે આગની ઘટના બની હોવાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ત્યાં પહોંચતા પહેલાં જ ત્યાં આસપાસના સ્થાનિક લોકોએ આગને બૂઝાવી નાખી હતી. આ રહેણાંક વિસ્તાર હોવાથી ત્યાં આસપાસ રહેલી નાળિયેરીની નીચે પડેલા લાકડામાં આગ લાગી હતી. ત્યા ફાયર બ્રિગેડે નિરીક્ષણ બાદ પાણીનો છંટકાવ કર્યો હતો. લોકોની સતર્કતા તથા ફાયર બ્રિગેડની ટીમના પ્રયાસથી આગને કાબૂમાં લીધી જેથી મોટી દુર્ઘટના ટળી હતી અને લોકોએ હાંશકારો લીધો હતો..

અન્ય સમાચારો પણ છે...