મીડિયાને પ્રવેશ આપવા રજૂઆત:વેરાવળ નગર સેવા સદનમાં નગરપાલિકા દ્વારા બોર્ડ, બજેટ મિટિંગ, અન્ય કાર્યક્રમમાં મીડિયાને પ્રવેશ આપવા માગ...

ઉના9 દિવસ પહેલા
  • કૉપી લિંક

વેરાવળ નગર સેવા સદનમાં નગરપાલિકા દ્વારા બોર્ડ, બજેટ મિટિંગ કે અન્ય કાર્યક્રમમાં મિટિંગ યોજાય છે. ત્યારે પાલિકા દ્વારા સભાખંડમાં મીડિયાને પ્રવેશ આપવામાં આવતો નથી. જેના પગલે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના કાઉન્સિલર અફઝલભાઈએ આ બાબતે ઘ્યાન દોરવા રજૂઆત કરી હતી..

વેરાવળ નગર સેવા સદનમાં પાલિકા દ્વારા યોજાતી બોર્ડ મિટિંગ બજેટ મિટિંગ કે અન્ય કાર્યક્રમમાં પાલિકા દ્વારા સભાખંડમાં મીડિયાને પ્રવેશ અપાતો ન હોય. જે બાબતે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના કાઉન્સિલર અફઝલભાઈએ આ બાબત યોગ્ય કરવા રજૂઆત કરી છે. તેમના મતે જ્યારે પણ કોઈપણ પાલિકાના બોર્ડની મિટિંગ મળતી હોય જેમાં મીડિયા ઉપસ્થિત હોય તો પાલિકા દ્વારા થતા નિર્ણયો અને કાર્યવાહીથી લોકો પરિચિત રહી શકે. જે બાબત યોગ્ય કરવા પાલિકાના કાઉન્સિલર દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...