આક્રોશ:ઊનાના નવાબંદર SBI બ્રાન્ચમાં લોકોને સંતોષકારક જવાબ ન અપાતો હોય રોષ

ઊના18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમસ્યાનો ઉકેલ નહિ આવે તો તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામાં આવી

ઊનાના નવાબંદર ગામમાં આવેલી SBI બેંક ઘણા લાંબા સમયથી કાર્યરત હોય તેમાં નવાબંદર સહિત આજુ-બાજુનાં મોટાભાગના ગામડાઓનો સમાવેશ નવાબંદર એસ બી આઇ બેંકમાં થાય છે. અને ગામના લોકો મત્સ્યઉધોગ સાથે સંકળાયેલો હોવાથી માચ્છીમારોને ડીઝલ પંપ માટે રોકડ તેમજ રોકડ વહિવટ નવાબંદર SBI બેંકમાંથી કરવામાં આવે છે. પરંતુ સંતોષકારક જવાબ મળતો નથી આ અંગે ગ્રા.પં.એ ડે.કલેકટરને રજૂઆત કરી છે.નવાબંદર ગામ મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલ હોવાથી તમામ પ્રકારની લેવડ-દેવડ રોકડ ચેક તથા રોકડ દ્વારા કરવામાં આવે છે.

માછીમારો વેપારી તથા મજુરોને તેમના ખાતામાં ચેક દ્વારા તથા તેમના ખાતામાં ડાયરેકટ ટ્રાન્સફર કરવામાં આવે છે. પરંતુ બેંકમાં કર્મચારી દ્વારા સાંજનાં સમયે ટાઇમ ઓફ થઇ ગયેલ છે, તથા રોકડા પૈસા નથી, તેવા ઉડાવ જવાબ આપી દેવામાં આવતો હોય અને ખાતા ધારકોને કહેવામાં આવે છે કે, તમારે રોકડા રૂપિયાની જરૂર હોઇ તો ૨૪ કલાક પહેલા જાણ કરવી જોઇએ. આખો દિવસ લાઇનમાં ઉભું રહેતા હોવાથી મજૂરો પણ મજુરી કામે જઈ શકતા નથી. અને બીજા દિવસે ના છૂટકે સવારમાં ૮ વાગ્યથી ફરીથી લાઇનમાં ઉભા રહેવાનો વખત આવે છે.

નવાબંદરમાં કુમાર, કન્યા શાળામાં આશરે 2500 થી 3000 જેટલા બાળકો હોય બાળકોને શિષ્યવૃતીની રકમ સરકાર દ્વારા વિધાર્થીઓના બેંક એકાઉન્ટમાં સીઘી નાખવાની થતી હોવાથી ઘણા વિધાર્થીઓના બેંક ખાતા ન હોવાથી તેમનાં ખાતામાં રૂપીયા જમા થતા નથી.

અને એસબીઆઇ બેંકનાં અધિકારીઓ આ વિધાર્થીઓના બેંક એકાઉન્ટ ખોલવામાં આવતા નથી, જેના કારણે બેંકનાં અધિકારીઓનાં સંચાલના વાકે ના છુટકે વિધાર્થીઓને અભ્યાસ મુકી બેંકનાં ધક્કા ખાવાનો વારો આવે છે. આથી બેંક દ્રારા વહેલી તકે તમામ સમસ્યાનો ઉકેલ નહિ આવે તો ના છુટકે માચ્છીમારી વેપારીઓને અને ગામનાં મજુરોને તથા ગ્રામજનોને આ એસબીઆઇI બેંકમાં તાળા બંધી કરવા જેવા નિર્ણય ગ્રામજનો દ્વારા કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...