શાળામાં ઉત્તરાયણની ઉજવણી:ઉનાની શાળા તથા આંગણવાડીમાં ભૂલકાઓને પતંગ, ચીક્કી પીપોડાનું વિતરણ કરાયું; બાળકોએ ઉત્સાહ સાથે ઉજવણી કરી

ઉના15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉનાના સનખડા ગામે કુમાર પે.સેન્ટર શાળામાં ઉત્તરાયણ નિમિત્તે બાળકો દ્વારા શાળામાં પતંગ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તમામ બાળકોને બોર તેમજ બટાકા ભુંગળા સહિત નાસ્તાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તહેવારમાં શાળા તેમજ આંગણવાડીના બાળકોમાં ભારે ઉત્સાહ સાથે ખુશી જોવા મળી હતી. આ તહેવારની ઉજવણી કરવામાં આવી હતી.

આ ઉપરાંત ઉનામાં મકરસંક્રાંતિ નિમિત્તે શાળામાં તેમજ આંગણવાડીમાં અભ્યાસ કરતા નાના બાળકોને સેવાભાવી યુવાનો દ્વારા પતંગ, ચીક્કી અને પીપોડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં યુવા ભાજપ પ્રમુખ વિનોદ બાંભણીયા, સંજય બાંભણીયા તેમજ મહામંત્રી કિરીટ વાજા, યુવા ભાજપના કાર્યકરો દ્વારા પતંગ પિપોડાનું વિતરણ કરી મકરસંક્રાતિની ઉજવણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...