હોળી-ધૂળેટીને લઈ પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ:ઉનાના દેલવાડા ગામમાં પોલીસ દ્વારા તહેવારોને લઇ વિવિઘ વિસ્તારોમાં પેટ્રોલીંગ હાથ ધર્યુ

ઉના25 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉનાના દેલવાડા ગામમાં હોળી-ધુળેટીના તહેવારોને લઈ કોઈ અનિચ્છીય બનાવો ન બને તેને ઘ્યાને રાખી પોલીસ દ્વારા ગામની બજાર તેમજ વિવિઘ વિસ્તારોમા પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યુ હતું.

હોળી-ધુળેટીના તહેવારોને લઈ દેલવાડા ગામમાં કાયદો વ્યવસ્થા અને કોઇ અનિચ્છીય બનાવો ના બને તેને ધ્યાને રાખી ઉના પોલીસ પી.આઇ એન કે ગોસ્વામી તેમજ દેલવાડા ગામમાં આગેવાનો અને લોકોને સાથે રાખી પોલીસ સ્ટાફ તેમજ હોમગાર્ડ સહીતનો પોલીસ કાફલો ગામમાં મુખ્ય માર્ગ પરથી વિવિધ બજારોમાં નિકળી ટ્રાફીક સમસ્યા તેમજ લોકોની સલામતી અને કોઇ મુશ્કેલીઓ લોકોને ન પડે તેથી બજારના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...