આધુનિક ટેકનોલોજીની મદદથી ખેતી:ઊનાના સનખડામાં ખેડૂતોને ડ્રોનની મદદથી પાકમાં ખાતરનો છટકાવ કરી માહિતી અપાઈ

ઉના2 મહિનો પહેલા

ઊનાના સનખડા ગામમાં ખેડૂતોને ખેતી માટે સરકાર દ્રારા આપવામાં આવેલી યોજના અંતર્ગત ઇફકો નેનો યુરીયા ખાતરનો છંટકાવ કરવા ડ્રોનનો ઉપયોગ કરી ડેમો કરવામાં આવ્યો હતો. ખેડૂતો હવે આધુનિક ટેકનોલોજી તરફ ખેતી કરવા તરફ વળી રહ્યાં છે. ખેતી પાકને સમયસર ખાતર મળી રહે તેવા હેતુસર સનખડા ગામમાં આવેલ ખેડૂતની જમીનમાં વાવેતર કરેલ કપાસના પાકમાં ડ્રોનની મદદથી ખાતર દવાનો છંટકાવ કરી ખેડૂતોને ડેમો બતાવવામાં આવ્યો હતો. જેમાં જીલ્લા ખેતીવાડી અધિકારી ચૈહાણ તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનીધી સામતભાઇ ચારણીયા, તાલુકા પંચાયત સભ્ય પ્રતિનીધી હનુભાઇ ગોહીલ ગામના ખેડૂતો હાજર રહ્યાં હતા.

કૃષિ ક્ષેત્રોના સંશોધનની માહિતી ખેડૂતોને આપવામાં આવી
ડ્રોન દ્વારા પાકમાં દવાઓનો છંટકાવ ખાસ કરીને શોષક પ્રકારની દવાઓમાં ખૂબ અસરકારક સાબિત થશે. આવનાર સમયમાં ડ્રોનના માધ્યમથી દવાઓનો છંટકાવ વધુ પ્રચલિત બનશે. કારણ કે, દવા છંટકાવના કામમાં ખેડૂતોએ ખૂબ પરિશ્રમ વેઠવો પડતો હોય છે. બીજી તરફ આજના સમયમાં ખેત મજૂર મળવા પણ મુશ્કેલ બની રહ્યા છે. ત્યારે ડ્રોન દવા છંટકાવની આ પદ્ધતિ ખૂબ આશીર્વાદરૂબ બની રહેશે. ગુજરાત સરકાર ખેડૂતોની આવકમાં વૃદ્ધિ કરવા માટે પીએમ કિસાન સન્માન નિધિ, ઝીરો ટકા વ્યાજે ધિરાણ, ટ્રેક્ટર સહિતના અદ્યતન સાધનો ખરીદવા માટે સહાય-સબસિડી આપી રહી છે. સાથે જ આત્મા પ્રોજેક્ટના માધ્યમથી કૃષિ ક્ષેત્રોના અદ્યતનો સંશોધનની માહિતી-માર્ગદર્શન ખેડૂતોને આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...