જાનથી મારી નાખવાની ધમકી:ઊનામાં શિક્ષીકાને પતિ, સસરા, દિયર સહિત 7એ ત્રાસ આપ્યો

ઊનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઊનામાં શિક્ષીકાને પતિ, સાસુ, સસરા, દિયરો સહિત 7 લોકો ઘરકામની બાબતમાં ત્રાસ આપતા હોય અને ગાળો ભાંડી ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ ઊનાનાં દેલવાડા રોડ પર રહેતા કિશન પીઠા વાળા, પીઠા હમીર વાળા, કાળીબેન ઉર્ફે અજાયબેન પીઠા વાળા, સામત પીઠા વાળા, વિજ્યા ઉર્ફે લલીતાબેન સામત વાળા, જયાબેન પીઠા વાળા, બબીબેન પીઠા વાળા આ તમામએ મહીલા શિક્ષક હેમલતાબેન કિશનભાઇ વાળાને ઘરકામની નાની મોટી વાતોમાં અને માવતરના ઘરથી કરીયાવરમાં કોઇ સારી ચિજવસ્તુઓ લાવેલ નથી તેમ કહી મેહણા ટોણા મારી માનસીક તથા શારીરીક દુઃખત્રાસ આપી ગાળો ભાંડી શરીરે મૂંઢ મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતા મહીલાએ પતિ, સાસુ, સસરા, દિયર, દેરાણી, નણંદ સાત વિરૂધ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...