કોંગ્રેસનું સાત સપ્તાહ કાર્યક્રમનું આયોજન:ઉનામાં ભાજપ સરકારની શિક્ષણ, આરોગ્ય, ભ્રષ્ટાચાર, અસમાજીક પ્રવૃત્તિની સ્થિતિ પ્રજા સમક્ષ ખુલ્લી પાડશે

ઉનાએક મહિનો પહેલા
ઉનાના ધારાસભ્ય પુંજાભાઈ વંશે

ઉના ગીરગઢડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા છેલ્લા 27 વર્ષનાં ભાજપના શાસન અને આઠ વર્ષનાં કેન્દ્ર સરકારનાં સાસન દરમ્યાન ગુજરાત રાજ્ય અને દેશ તેમજ દરેક તાલુકા જીલ્લા કક્ષાએ ગ્રામિણ વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય, મોંધવારી, ભ્રષ્ટાચાર, અસમાજીક પ્રવૃત્તિ, ડ્રગ્સ, દારૂ, વ્યભિચાર, દુરાચાર, અવયવહારીક આરાધકતા ફેલાવતું શાસનથી પ્રજાની વાચા વેદના અને મુશ્કેલી સામે ભાજપ શાસનનાં વહિવટની સાચી હકીકતો સામે લાવી લોક જાગૃતિનાં ભાગરૂપે ઉનાના ધારાસભ્ય પુંજાભાઈ વંશ અને કોંગ્રેસ સમિતિ દ્વારા સાત સપ્તાહ કાર્યક્રમનું આયોજન કરાયું છે.

આ કાર્યક્રમ અંતર્ગત તા.9 સપ્ટે.નારોજ વિવિધ મુદ્દે દર સપ્તાહનાં શુક્રવારે સવારે 10થી સાંજે 6 સુધી ટાવર ચોક ખાતે છાવણીમાં સત્યાગ્રહ આંદોલન કરીને પત્રિકાઓ, મીડીયા અને મોટા સ્કીન ટીવી ચેનલ દ્વારા સરકારનાં ચાલતાં ભ્રષ્ટ સાસનને ખુલ્લું પાડી વાસ્તવિકતા લોકો સમક્ષ મૂકીને લોકોનાં અભિપ્રાય લેવાશે. વીડિયો આપનાર પ્રજાનાં નિડર પ્રજાહિત માટે લોકશાહીની લડતમાં ભાગ લેનારા તમામનું કોંગ્રેસ સમિતિ દ્વારા સન્માન કરીને પ્રોત્સાહિત કરાશે તેવું ઉના સર્કીટ હાઉસ ખાતે ધારાસભ્ય પુંજાભાઈ વંશે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...