ઊનામાં ભગવાન શ્રી પરશુરામ દાદાના જન્મોત્સવ પ્રસંગે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી. અને પરશુરામ દાદાની મહાઆરતી, વિવિધ બ્રહ્મ સમાજ ના પ્રમુખને સન્માન કાર્યક્રમ, મહાપ્રસાદ સમૂહ ભોજન, બાદ સંગીતમય લોકડાયરો, સંગીત કલા સાહિત્ય તથા અન્ય ક્ષેત્રે રાજ્ય સ્તરીય કે રાષ્ટ્રીય સ્તરીય સ્પર્ધામાં વિજેતા થયેલા બ્રહ્મતેજ કલાકારોનુ સમ્માન તેમજ પ્રમાણપત્ર અર્પણ કરાયાં હતા.
જેમા સંગીત ક્ષેત્રે રાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ક્રિષ્નન મહેતા (સંગીત ક્ષેત્રે), મૃગનયની મહેતા ( ગિટાર વાદન ક્ષેત્રે) તેમજ જાહ્નવી પાઠકને (નૃત્ય ક્ષેત્રે) વિશિષ્ટ તથા વિશેષ યોગદાન બદલ તેમને બિરદાવવી બ્રહ્મ સમાજ ના આ કલારત્નોને ઉજ્જવળ ભવિષ્ય માટે સમાજના અગ્રણીએ શુભેચ્છાઓ પાઠવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.