નરાધમ યુવક ઝડપાયો:ઉનાના તડમાં શખ્સે સગીરવયની યુવતીને સંબંધીના ઘરે બોલાવી બળજબરી પુર્વક દુષ્કર્મ આચર્યુ

ઉના20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉનાના પાલડી ગામે રહેતા શખ્સે સગીરવયની યુવતીને સંબંધીના ઘરે બોલાવી હતી અને તેમની મરજી વિરૂધ બળજબરી પુર્વક દુષ્કર્મ આચર્યુ હતું. આ શખ્સે કોઇને કહીશ કે પોલીસ ફરિયાદ કરી તો જાનથી મારી નાખવાની ધમકી આપતા આ બાબતે ભોગ બનનાર યુવતીના ભાઇએ નવાબંદર મરીન પોલીસમાં ફરિયાદ નોંધાવતા શખ્સ વિરૂધ્ધ પોસ્કો તેમજ દુષ્કર્મનો ગુનો નોંધી પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. આ શખ્સને પોલીસે ગણતરીની કલાકોમાં શોધીકાઢી આગની પુછપરછ કરવામાં આવેલ છે.

પ્રાપ્ત વિગત મુજબ પાલડી ગામે રહેતો અક્ષય ધીરૂ બારૈયાએ નજીક આવેલ તડ ગામે તેમના સંબંધીના ઘરે સગીરવયની યુવતીને મળવા માટે બોલાવી હતી. બાદમાં શખ્સે યુવતીનો હાથ પકડી ઘરના રસોડામાં લઇ ગયેલ અને તેમની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યુ હતું. આ વાત કોઇને કહીશ કે પોલીસમાં ફરીયાદ કરી તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ અંગેની સમગ્ર ઘટના બાબતે ભોગ બનનાર યુવતીના ભાઇએ નવાબંદર મરીન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોસ્કો તેમજ દુષ્કર્મ સહીતનો ગુનો નવાબંદર મરીન પોલીસે નોંધી ઘોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે નવાબંદર મરીન પોલીસે ગણતરીની કલાકોમાં આરોપી અક્ષય ધીરૂ બારૈયાની શોધી કાઢી ઝડપી પાડવામાં આવેલ અને આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...