બેલેટ પેપરથી મતદાન:ઉના બેઠક પર દિવ્યાંગ તેમજ 80થી વધુ ઉંમરના મતદારોએ ઘરે બેઠા મતદાન કર્યું, કુલ 252 મતદારોએ મતદાન કર્યું

ઉના2 દિવસ પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાનની શરૂઆત ચૂંટણી અધિકારીઓએ કરી દીધી છે. ગઇકાલે કર્મચારી સ્ટાફ દ્રારા મતદાન કરાયુ હતું. જ્યારે આજે દિવ્યાંગ અને 80થી વધુ વયના મતદારોનું મતદાન કરાવવા ઘરે-ઘરે અધિકારીઓ પહોંચીને ચૂંટણી અધિકારી સાથે બીઆરએલઓ અને પોલીસ ચૂંટણી નિરીક્ષકોના સ્ટાફની ટીમ મતદારો સુધી પહોંચી મતદાન કરાવ્યું હતું.

ઉના 93 વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન તા.1 ડિસેમ્બરના રોજ થશે. ત્યારે ચૂંટણીપંચ દ્વારા આ વખતની ચૂંટણીમાં તા.24 નવે.2022ના રોજ દિવ્યાંગ તેમજ 80 વર્ષથી વધુ ઉંમરના પથારીવસ વૃદ્ધો ચાલી શકતાં ન હોય તેવા મતદારોના ઘરે અધિકારીઓ બેલેટ પેપર પેટી લઇને પહોચી ગયાં હતાં અને મત કુટીર ઉભુ કરવામાં આવ્યુ હતું. જેમાં ઉના શહેરમાંથી દિવ્યાંગ હર્ષાબેન રામજીભાઇ મેવાડા (ઉ.વ.43), પથારીવસ વૃદ્ધ ગોકુળદાસ ગોવિંદજી છગ (ઉ.વ.94) તેમજ પાર્વતીબેન જમનાદાસ ટીલવાણી ઉ.વ.86 સહિત પથારીવશ અને દિવ્યાંગો સહિત કુલ 252 મતદારોએ પોતાના ઘરે બેઠા મતદાન કર્યુ હોવાનુ ચૂંટણી અધિકારી એ જણાવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...