માનવ સેવા એજ પ્રભુ સેવા:ઉના શહેરમાં કોળી સંગઠનના કાર્યકરોએ જરૂરીયાદમંદોને ધાબડા ઓઢાળી માનવતા દાખવી

ઉનાએક મહિનો પહેલા

સમગ્ર ગુજરાતમાં ઠંડીનો પારો ગગડયો હોય ત્યારે દરેક લોકો પોતાના ઘરે જ રેહવાનું પસંદ કરતા હોય છે. ત્યારે અમુક ગરીબ જરૂરીયાતમંદ લોકોને ઓઢવા માટે એક ગોદડી પણ નસીબમાં નથી હોતી. ત્યારે ઉના યુવા કોળી સંગઠના યુવાનો દ્વારા રાત્રિનાં સમય દરમિયાન ધાબળા ઓઢાળી માનવતા દાખવી હતી.

ઉનાના સેવાભાવી યુવા કોળી સંગઠના પ્રમુખ અલ્પેશ કાનજી બાંભણીયા અને તેમની ટીમે સેવાભાવી યુવાનો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ગરીબ, નિરાધાર, નિઃસહાય ફૂટપાથ પર સૂતેલા પરપ્રાંતીય લોકો તેમજ ભિક્ષુક લોકોને રાત્રીના ખુલ્લામાં સુતા હોય તેઓને ઠંડીથી બચવા ધાબળા ઓઢાળી માનવતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું હતુ. આમ સાચા અર્થમાં લોકસેવાની હુફથી નિરાધાર લોકોની મદદરૂપ કરતા જરૂરીયાતમંદોના ચહેરા પર ખુશી જોવા મળેલી હતી. ત્યારે આવા સેવાકીય કાર્યને નગરજનોએ બિરદાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...