રામાપીરનું આખ્યાન:ઉના શહેરમાં એમ.કે નગર ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવમાં રામાપીરનું આખ્યાન યોજાયો, મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા

ઉનાએક મહિનો પહેલા

ઉના શહેરમાં દેલવાડા રોડ પર આવેલા ચાર થાંભલા પાસે દર વર્ષની જેમા આ વર્ષે પણ એમ.કે નગર ગ્રૃપ દ્વારા ગણેશ સ્થાપના કરવામાં આવી છે. આ ગણેશ સ્થાપનાના પંડાલમાં રાત્રી દરમિયાન રામાપીરના આખ્યાનનું કાર્યક્રમ યોજાયો હતો.

આ રામાપીરના આખ્યાન ચામુંડા રામામંડળના યુવાનો દ્વારા વિવિધ શણગારેલ વસ્ત્રો પહેરી પાત્ર ભજવી રામાપીરનું આખ્યાન રમવામાં આવ્યું હતું. જેમાં સ્ત્રીના વેશભૂષામાં અલગ અલગ નાટ્ય રૂપાંતર કરવામાં આવ્યાં અને આ ઉપરાંત કાર્યક્રમમાં માત્ર ત્રણ ફુટના ગગુડીયાએ ફુલ કોમેડી કરતા લોકોને પેટ પકડી હસાવ્યા હતા. આ કાર્યક્રમને બાળકો, મહિલાઓ સહીત મોટી સંખ્યામાં લોકોએ નિહાળ્યું હતું. અંતમાં રામાપીરની દેગનો કાર્યક્રમ રાખ્યું હતું. તેમાં ધગધગતા વાસણમાંથી દેગને હાથમાં લઇ પ્રસાદી લીધી હતી. સૈ કોઇ લોકોએ આ પ્રસાદીનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. અને વહેલી સવારે આખ્યાન પૂર્ણ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...