ઉમેદવારના ફોર્મ સામે વાંધો ઉઠ્યો:ઉનામાં ભાજપના રાઠોડનો કોંગ્રેસના પુંજા વંશના ઉમેદવારી પત્ર સામે વાંધો; ચૂંટણી અધિકારીએ તપાસ બાદ ફોર્મ માન્ય રાખ્યું

ઉના3 મહિનો પહેલા

ઉના ગીરગઢડા તાલુકાના ધારાસભ્ય પુંજા વંશે તાજેતરની વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસનાં ઉમેદવાર તરીકે ગત તા.10નાં રોજ પોતાનું ઉમેદવારી પત્ર નાયબ કલેકટર ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કર્યું હતું. આ ફોર્મ ચકાસણીની આજે તારીખ હોવાથી તમામ ઉમેદવારો હાજર રહ્યા હતાં. મંગળવારે ફોર્મ ચકાસણી દરમિયાન કુલ 15 ઉમેદવારોનાં ફોર્મ તપાસણી કરાયેલા હતા. તેમાં ભાજપ, કોંગ્રેસ,આપ સહિતના 11 ઉમેદવારનાં ફોર્મ માન્ય રાખ્યા હતા.

વિગત છૂપાવેલી હોવાંનો આક્ષેપ કર્યાં
ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કાળુ ચના રાઠોડે કોંગ્રેસનાં ઉમેદવારનાં ફોર્મ સામે વાંધા ઉઠાવીને એવી રજૂઆત કરવામાં આવી હતી કે, ફોર્મ રજુ કરેલ છે તેમાં પેઈજ નંબર 20ની કોલમ નંબર 9, ( ખ ) પેટા ક્રમ નંબર ( ચ )મા ઉમેદવાર તેનાં પત્ની અને આશ્રિત ભાગીદારી એવા ભાગીદારની વિગતમાં અજીત સેલ એજન્સીનાં ભાઞીદાર હોવાનું જણાવ્યું નથી. તેમજ કૃષિ જમીનોનાં સર્વે નં. માં 9 પૈકી 1 ભાગીદારી અંગેની વિગત દર્શાવેલ છે. આ ઉપરાંત ફોર્મની વીશ કોલમમાં અન્ય કોઈ જવાબદારી બાબતે પ્રિન્સિપાલ સીવીલ કોર્ટમાં ચાલતાં બદનક્ષીનાં એક દાવાનાં પ્રચાર પસારના વળતરની વિગત છૂપાવેલી હોવાંનો આક્ષેપ કર્યાં હતાં.

કે સી રાઠોડ ભાજપ ઉમેદવાર
કે સી રાઠોડ ભાજપ ઉમેદવાર

ફોર્મ માન્ય રાખવામાં આવ્યું​​​​​​​
આમ ભાજપનાં ઉમેદવાર દ્વારા કરાયેલાં આક્ષેપ અંગે તમામ ફોર્મની વિગતો સાથે કોંગ્રેસનાં ઉમેદવારે રજૂ કરેલ સોગંદનામું બારીકાઇથી ચૂંટણી અધિકારીએ તપાસ્યું હતું. સામે પક્ષે થયેલા આક્ષેપ વાળી તમામ હકીકત દર્શાવી હોય કોઈ હકિકત છુપાવવી નહીં હોવાનું સાબીત રેકર્ડ પર થયું હતું. ભાજપનાં ઉમેદવારે કોંગ્રેસનાં ઉમેદવાર પુંજા વંશનાં ઉમેદવારી પત્ર રદ કરવાનાં ઉઠાવેલ વાંધાને નકારી કાઢી ફોર્મ માન્ય રાખવામાં આવ્યું હતું. આ તમામ પ્રક્રિયા રેકર્ડ પર લીધી હતી અને લેખીત હુકમ કરાયો હતો.

અપક્ષના એક ઉમેદવારનું ફોર્મ રદ
આજે મંગળવારે ફોર્મ ચકાસણી દરમિયાન કુલ 15 ઉમેદવારોનાં ફોર્મ તપાસણી કરાયેલા. તેમાં ભાજપ, કોંગ્રેસ,આપ સહિતના 11 ઉમેદવારનાં ફોર્મ માન્ય રાખ્યા હતા. જ્યારે એક અપક્ષના અરજણ નારણ સોલાનાં ઉમેદવારી ફોર્મમાં એક ઠેકેદાર અન્ય વિધાનસભા બેઠકનો હોવાથી તેમનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતું. તેમજ 3 ઉમેદવારના ડમી ફોર્મ આપ મેળે રદ થતાં હવે કુલ 11 ફોર્મ માન્ય રાખ્યા હતાં. હવે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે કેટલાં ખેંચાય છે તે જોવાનું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...