ઊનામાં કોંગી ધારાસભ્યએ ભરેલી ઉમેદવારી ફોર્મને લઈ ભાજપનાં ઉમેદવારે વાંધા અરજી રજૂ કરી હતી. જો કે, ચૂંટણી અધિકારીએ તપાસ બાદ ફોર્મ માન્ય રાખ્યું હતું. ઊના ગીરગઢડાના ધારાસભ્ય પુંજાભાઈ વંશે કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી હતી. અને આ ફોર્મ ચકાસણીની 15 નવેમ્બરના હોવાથી તમામ ઉમેદવારો હાજર રહ્યા હતા.
આ વખતે ભાજપના ઉમેદવાર કાળુભાઇ ચનાભાઈ રાઠોડે કોંગ્રેસનાં ઉમેદવારનાં ફોર્મ સામે વાંધા ઉઠાવીને રજૂઆત કરી હતી કે ફોર્મ રજુ કરેલ છે તેમાં પેઈજ નંબર 20 ની કોલમ નંબર 9 ,( ખ ) પેટા કમ નંબર ( ચ ) મા ઉમેદવાર તેનાં પત્નિ અને આશ્રિત ભાગીદારી એવા ભાગીદારની વિગતમાં અજીત સેલ એજન્સીનાં ભાઞીદાર હોવાનું જણાવેલ નથી.
તેમજ કૃષિ જમીનોનાં સર્વે નં. માં 9 પૈકી 1 ભાગીદારી અંગેની વિગત દર્શાવેલ છે. આ ઉપરાંત આ ઉપરાંત ફોર્મની વિસ કોલમમાં અન્ય કોઈ જવાબદારી બાબતે પ્રિન્સિપાલ સીવીલ કોર્ટમાં ચાલતાં બદનક્ષીનાં એક દાવાનાં પ્રચાર પસારના વળતરની વિગત છૂપાવેલ હોવાંનો આક્ષેપ કરાયેલ પણ આમ ભાજપનાં ઉમેદવાર દ્વારા કરાયેલાં આક્ષેપ ભરી રજુઆત અંગે તમામ ફોર્મની વિગતો સાથે કોંગ્રેસનાં ઉમેદવાર એ રજૂ કરેલ સોગંદનામું બારીકાઇથી ચૂંટણી અધિકારીએ તપાસ હાથ ધરવામાં આવ્યું હતું.
અને તેમાં થયેલા આક્ષેપ વાળી તમાંમ હકીકત દર્શાવી હોય કોય હકિકત છુપાવવી નહીં હોવાનું સાબીત રેકર્ડ પર થતાં ભાજપનાં ઉમેદવાર એ કોંગ્રેસનાં ઉમેદવાર પુંજાભાઈ વંશનાં ઉમેદવારી પત્ર રદ કરવાનાં ઉઠાવેલ વાંધાને નકારી કાઢી ફોર્મ માન્ય રાખ્યા હતા. અને આ તમામ પ્રક્રિયા રેકર્ડ પર લીધી હતી અને લેખીત હુકમ કરાયો હતો.
11 ઉમેદવારના ફોર્મ માન્ય રહ્યાં'તા
ફોર્મ ચેકાસણી દરમ્યાન 15 કુલ ઉમેદવારોનાં ફોર્મ તપાસણી કરાયેલ તેમાં ભાજપ, કોંગ્રેસ,આપ સહિતના 11 ઉમેદવારનાં ફોર્મ માન્ય રાખ્યા હતા. જયારે એક અપક્ષના અરજણભાઇ નારણભાઇ સોલાનું ઉમેદવારી ફોર્મમાં એક ઠેકેદાર અન્ય વિધાનસભા બેઠકનો હોવાથી તેમનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતું. તેમજ 3 ઉમેદવારના ડમી ફોર્મ આપ મેળે રદ થતા હવે કુલ 11 ફોર્મ માન્ય રાખ્યા હતા. હવે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે કેટલાં ખેંચાય છે તે જોવાનું રહ્યું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.