પર્યાવરણ જાળવણી માટે પહેલ:ઉનામાં એક પરિવારે ઘરમાં જ માટીના ગણેશ બનાવી સ્થાપના કરી; જ્યારે આંગણે જ ડોલમાં વિસર્જન કરી છોડ ઉગાડી જતન કરશે

ઉનાએક મહિનો પહેલા

ઉના શહેરમાં દેલવાડા રોડ પર આવેલ ખારા ડેલા વિસ્તારમાં રહેતા મહેશભાઇ મૈયાના ઘરે માટીના ઇકોફેન્ડલી ગણેશની મૂર્તિને છેલ્લા ઘણા દિવસથી ઘરમાં જ સુધ્ધ માટી દ્વારા મૂર્તિ બનાવવામાં આવી હતી. મૈયા પરીવાર દ્વારા છેલ્લા 12 વર્ષથી માટીના ગણેશમૂર્તિ બનાવી ગણેશચતુર્થી નિમીતે વિધિવત પૂર્જા આરતી કરી ઘરમાં સ્થાપના કરવામાં આવી હતી.

દર વર્ષે જાતે ગણેશજીની મુર્તિ બનાવી વિવિધ પ્રકારના સ્ટોનથી સુશોભીત કરી ડેકોરેશન પણ પોતાની જાતે જ કરે છે. આ ઉપરાંત દર વર્ષે 7 જેટલી માટીના ઇકોફેન્ડલી ગણેશપતિજીની મૂર્તિ બનાવે છે. અને ગણેશ મૂર્તિને છેલ્લા દિવસે એટલે કે વિસર્જનના દિવસે ઘરના આંગણે ડોલમાં પધરાવી તેમાં છોડ ઉગાડી પર્યાવરણની જાળવણી કરસે. જેથી પ્રદૂષણનું પ્રમાણ ઘટે અને પ્રદુષણનું પ્રમાણ વધારનારા અને જીવજંતુને નુકસાન કારક કેમિકલ યુક્ત મૂર્તિઓનો બહિષ્કાર કરી પર્યાવરણની જાળવણીમાં સહભાગી બનવા મૈયા પરિવારે સંદેશો આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...