ઉનાના સનખડા ગામના સ્મશાન તરફ જવા માટેના મુખ્ય રસ્તા પર ચોમાસા દરમિયાન વરસાદના પાણીના કારણે કિચડનું સામ્રાજ્ય જામી જતું હોવાના કારણે સ્મશાન યાત્રામાં જતા ડાધુઓ હેરાન પરેશાન થઇ રહ્યાં હતા. જેથી ગામના સેવાભાવી સ્મશાન યુવા ગ્રુપ દ્વારા પોતાના ખર્ચે જેસીબીની મદદથી રસ્તા પર કાચી મેટલ પાથરી કાચા રસ્તાનું નિર્માણ કરી ડાધુઓને સ્મશાને જવા માટે મુશ્કેલી ન પડે તેથી આ કામગીરીને ગામ લોકોએ બીરદાવી હતી.
ડાધુઓને સ્મશાને જવા માટે સમસ્યા દૂર થઇ
સનખડા ગામના સ્મશાન ખાતે ડાઘુઓને જવા માટે દર વર્ષે ચોમાસાની સીઝનમાં વરસાદનું પાણી ભરાતું હોવાના કારણે સ્મશાને જતા ડાધુઓને રસ્તા પર કિચડના થર જામી જતા હોવાથી અવર જવર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. જેથી નાછુટકે પાણીના કીચડમાંથી પસાર થઇને જવા મજબૂર બની રહ્યાં હતા. આથી ગામના સ્મશાન ગ્રુપના 12 જેટલા યુવાનોએ ફાળો કરી રૂ.30 હજારના પોતાના ખર્ચે સ્મશાન જવાના રસ્તા પર જેસીબીની મદદથી ખોદી તેના પર કાચી મેટલ કાકરી નાખી આ કામગીરી કરી કાચો રોડ તૈયાર કર્યો હતો. જોકે હવે ગામના લોકો ડાધુઓને સ્મશાને જવા માટે રસ્તા પરની સમસ્યા દૂર થઇ હતી.
ગામ લોકોએ કામને બિરદાવ્યો
આ ઉપરાંત સ્મશાન ગ્રૃપના સેવાભાવી યુવાનો દ્વારા સ્મશાનમાં સાફ સફાઈ તેમજ વૃક્ષારોપણ કરી વૃક્ષોનું જતન કરી રહ્યાં છે. આ સેવાભાવી યુવાનો ગામ લોકોની સેવામાં આગળ આવી મદદરૂપ બને છે. આમ સેવાભાવી સ્મશાન ગ્રૃપના યુવાનોની કામગીરીથી લોકોમાં ખુશી જોવા મળી અને આ કામને બિરદાવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.