13 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ:ઉનાના સનખડા ગામની સીમમાં રાત્રે મહાકાય અજગર આવી ચઢ્યો; વન વિભાગની ટીમે સલામત સ્થળે ખસેડ્યો

ઉના20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉના પંથકમાં છેલ્લા ઘણા સમયથી અજગરે સીમ વિસ્તારમાં રહેણાંક બનાવી લીધું હોય તેમ અવાર નવાર મહાકાય અજગર જોવા મળી રહ્યા છે. ફરી આવી વધું એક ઘટના બની હતી. સનખડા ગામની સીમમાં અજગર આવી ચઢતાં રેસ્ક્યુ કરી દૂર સલામત સ્થળે ખસેડવામાં આવ્યો હતો.

રેસ્ક્યુમાં બે કલાક સુધીનો સમય લાગ્યો
સનખડા ગામે આવેલ વાઘાણા વિસ્તારમાં રાત્રિના સમયે જીતુ નાજા ઝાલાની વાડીમાં અચાનક મહાકાય અજગર જોવા મળતાં તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વનવિભાગની રેસ્ક્યુ ટીમને ઘટના સ્થળે દોડી જઈ આ મહાકાઈ અજગરનું રેસ્ક્યુ કરવામાં બે કલાક સુધીનો સમય લાગ્યો હતો. આ મહાકાઈ અજગરને સલામત સ્થળે લઇ જઈ જંગલમાં મુક્ત કરવામાં આવ્યો હતો. આ મહકાઈ અજગર 13 ફૂટનો હોવાનું જાણવા મળ્યું હતું. આજકાલ અજગર વધુ પડતાં જોવા મળતાં લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું.

અન્ય સમાચારો પણ છે...