ગીરગઢડા પંથકના ગામમાં સાવજના આંટફેરા:ઉનાના હરમડિયા ગામના રહેણાંક વિસ્તારમાં વહેલી સવારે બે સિંહઓનું પેટ્રોલીંગ CCTV માં કેદ, લોકોમાં ભયનો માહોલ

ઉનાએક મહિનો પહેલા

ઉના ગીરગઢડા પંથકના ગીર નજીક આવતા ગ્રામ્ય વિસ્તારો અવાર નવાર વન્ય પ્રાણીઓ શિકારની શોધમાં આવી ચડતા હોય છે. અને ગામમાં રખડતા પશુઓ ઉપર હુમલો કરી મારણની મિજબાની બાદમાં સીમમાં જતાં રહે છે. થોડા દિવસ પહેલા અલીદર ગામમાં સિંહ દુકાનની સીડી ઉપર ચઢ્યો હોવાનો વીડિયો સામે આવ્યો હતો. ત્યારે વધુ એક ગીરગઢડાના હરમડિયા ગામમાં બે સિંહ આટાફેરા કરતા હોવાનું CCTV કેમેરામાં કેદ થયું છે..

હરમડિયા ગામની અંદર વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ બે સિંહ ગામમાં મુખ્ય રસ્તા પરથી આરામથી પસાર થઈ શહેરી વિસ્તારની ગલીઓમાં શિકારની શોધમાં નીકળ્યા હતા. અને ગામમાં આટાફેરા કરતા હોવાની સમગ્ર ઘટના વેપારીના સી.સી.ટી.વી કેમેરામાં બે સિંહો કેદ થયેલા હતા. જેમાં એક પછી એક સિંહ હરમડિયા ગામનાં મુખ્ય રસ્તા પરથી પસાર થઈ રહ્યાં હતા. અને વહેલી સવારે ગામમાં પશુનું મારણ કરી મિજબાની માણી બાદમાં સીમ વિસ્તારમાં જતાં રહેલા હતા. આમ ગામ બે સિંહો આવી ચઢતા ગામ લોકોમાં ભયનો માહોલ ફેલાય ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...