ઉના કંસારી રોડ પર આવેલી સીમ વાડી વિસ્તારમાં વધું એક દીપડો પાંજરે પુરાયો હતો. આ સીમ વિસ્તારને દિપડા એ રહેંણાક બનાવી લીધું હોય તેમ અવાર નવાર શિકારની ગંધ આવતા આ વિસ્તારમાં રાત્રિનાં સમયે આવી ચડતા હોય છએ. વાડીમાં રહેલા મુંગા પશુઓને નિશાન બનાવી હુમલો કરી મારણની મીજબાની માણી ચાલ્યાં જતાં હોય છે.
ત્યારે છેલ્લા એક માસમાં બે દીપડાઓ પાંજરે કેદ થયા છે. ત્યારે વધું એક દીપડો પાંજરે પૂરતા ખેડુતોએ રાહતનો શ્વાસ લીધો હતો. અવાર નવાર દીપડાના આંટાફેરાથી ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. ઉના કંસારી રોડ પર ઝીણાભાઈ મમૂદભાઈ કુરેશીની વાડીમાં અવાર નવાર દીપડો આવે છે. જેથી વન વિભાગને જાણ કરતા વાડીમાં શિકાર સાથે પાંજરું ગોઠવી દેવામાં આવ્યુ હતું. મોડી રાત્રિના સમયે દીપડો શિકારની લાલચે પાંજરામાં કેદ થઈ ગયો હતો.
આમ છેલ્લા એક માસમાં આજ વાડીમાંથી બે દિપડા પકડાતા આ વિસ્તારના ખેડૂતોમાં ભય ફેલાઈ ગયો છે. વન વિભાગે દીપડાને પાંજરા સાથે જસાધાર એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે છેલ્લા ત્રણ દિવસમાં તાલુકાના અલગ અલગ જગ્યાએથી ત્રણ દીપડા પાંજરે પુરાયા હોવાનું વન વિભાગના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.