મોટી દુર્ઘટના ટળી:ઉનામાં ભંગારના ડેલામાં આગ લાગતા માલસામાન બળીને ખાક; રૂ. 20 હજારનું નુકસાન થયું

ઉના3 મહિનો પહેલા

ઉના શહેરમાં ભંગારના ડેલામાં અચાનક આગ લાગતા ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબુમાં લીધી હતી. આ બનાવમાં માલ સામાન બળીને ખાક થયો હતો. મોટી દુર્ઘટના ટળી હતી. આગની ઘટનામાં ભંગારના માલસામાનને નુક્સાન થયું હતુ.

ફાયર ટીમે ઘટના સ્થળે પહોંચવા ભારે જહેમત ઉઠાવી
ઉના શહેરના મચ્છી માર્કેટ વિસ્તારમાં ઈકબાલ શકુર કાસમાણીના ભંગારનો ડેલો આવેલો છે. આ ડેલામાં ભંગારનો અલગ અલગ માલ સામાન ભરેલો હતો. તેમાં અચાનક કોઇ કારણોસર આગ લાગી જતા થોડીવારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યાં હતા. માલીકે તાત્કાલિક ઉના નગર પાલિકા ફાયર બ્રિગેડને જાણ કરી હતી. પરંતુ આ વિસ્તારમાં વાહન પહોંચી શકે તેમ ન હોવાથી ભંગારના ડેલાના પાછળના ભાગેથી પંદર ફુટ જેટલી ઉંચી દીવાલ પર ચડીને સ્ટાફે આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આ આગ બુજાવામાં ફાયર બ્રિગેડનો સ્ટાફ જીતુ બાંભણીયા, અશોક રાઠોડ, મોહન બારીયા, ઇશાદ સિદ્દીકી, રમેશ વાળા તેમજ જયેશ રાઠોડ સહીતની ટીમ ઘટના સ્થળે પહોંચવા ભારે જહેમત ઉઠાવી હતી.

આગની ઘટનામાં રૂ. 20 હજારનું નુકસાન
જોકે આ વિસ્તાર રહેણાંક મકાનો તેમજ દિવસભર ધમધમતી બજારમાંથી ફાયર બ્રિગેડ વાહન લઈ જવું ભારે મુશ્કેલ હતુ. પરંતુ મહામુસીબતે પહોંચી જઈ આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેતા આ વિસ્તારના લોકોએ હાશકારો અનુભવ્યો હતો. આ આગની ઘટનામાં માલસામાનને રૂ. 20 હજારનું નુકસાન થયું હોવાનું ઈકબાલ એ જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...