ગીરગઢડા કોર્ટનો હુકમ:ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા તથા 3 લાખના વળતરની સજા ફટકારી

ઉના25 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગીરગઢડાની કોર્ટમાં ચાલતાં ચેક રીટર્ન કેસનો ચુકાદો આવતાં આરોપીને એક વર્ષની સજા સાથે અને વળતર પેટે ત્રણ લાખ ચુકવવાનો હુકમ કરતાં ભારે ચકચાર ફેલાઇ ગયું છે. આરોપી ડાયા મેપા પરમાર રહેવાસી વડલી વાળા એક વર્ષની સાદી કેદની સજા પછી પણ રકમ નહિ ચૂકવે તો વધુ 3 માસની કેદની સજાનો આદેશ કર્યો છે.

આરોપીને એડવોકેટ મારફત લીગલ નોટિસ આપી હતી
આ કેસની વિગત મુજબ ફરિયાદી કલ્પેશ ઉકાભાઇ સાખટ રહે. કાધી હાલ ઉનાવાળા પાસેથી આરોપી ડાયા મેપા પરમારે મિત્રતાના સબંધે 3 લાખ રૂપિયા ઉછીના લીધા હતા. આ રકમ પરત ચૂકવવા આરોપીએ 3 લાખનો ચેક આપ્યો હતો. જે રીટર્ન થતાં કલ્પેશ એ આરોપી ડાયાને તેનાં એડવોકેટ મારફત લીગલ નોટિસ આપી હતી. તેમ છતાં રકમ ન ચૂકવતા ગીરગઢડાની જ્યુડી. મેજી.(ફ. ક.)ની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.

રકમ ન ચુકવે તો 3 માસ સાદી કેદની સજાનો હુકમ
જે કેસ ચાલી જતાં ફરિયાદી તરફે ગીરગઢડાનાં યુવા એડવોકેટ સલમાન વી. બ્લોચ દ્વારા ધારદાર દલીલો કરી હતી. જાકે બચાવ પક્ષ દ્વારા કોઈ ઠોસ પુરાવા રજૂ ન કરી શકતા દલીલો તથા રજુ રાખેલા પુરાવા અને ઉચ્ચ વડી અદાલતોનાં ચુકાદા પ્રતિ પાદિત સિદ્ધાંતોને માન્ય રાખી કોર્ટે આરોપી ડાયા મેપા પરમારને તકસીરવાર ઠરાવી 1 વર્ષની સાદી કેદની સજા કરવાનો હુકમ કર્યો હતો. તેમજ ચેકની રકમ રૂ. 3 લાખ એક માસમાં ફરિયાદીને વળતર તરીકે ચૂકવી આપવા અને જો આરોપી વળતરની રકમ ન ચુકવે તો 3 માસ સાદી કેદની સજા ફરમાવતો હુકમ ગીરગઢડા કોર્ટે ફરમાવ્યો હતો. આ કેસમાં ફરિયાદી તરફે ગીરગઢડાનાં એડવોકેટ સલમાન વી. બ્લોચ તથા આર.એલ. ચૌહાણ રોકાયેલા હતા.

અન્ય સમાચારો પણ છે...